Gujarati News

Gujarati News

News of Wednesday, 1st September 2021

સુરતના કાપોદ્રામાં સાતમ આઠમમાં જુગાર રમતી ત્રણ મહિલા સહીત 9 ને પોલીસે રંગે હાથે દબોચ્યા

સુરત: કાપોદ્રા પોલીસે આઠમ બાદ પણ જુગાર રમતી ત્રણ મહિલા સહિત 9 ને મંગળવારે સાંજે ભક્તિનગર સોસાયટીના એક ઘરમાં છાપો મારી ઝડપી પાડી તેમની પાસેથી રોકડા રૂ.20,130 કબજે કરી તમામ વિરુદ્ધ એપેડેમિક એક્ટ મુજબ પણ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

સુરતમાં સાતમ અને આઠમના રોજ જુગાર રમતા 500 થી વધુને પોલીસે ઝડપી પાડી રૂ.43 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આઠમ બાદ પણ જુગાર રમનારાઓ વિરુદ્ધ પોલીસે કાર્યવાહી ચાલુ રાખી ગતસાંજે કાપોદ્રા પોલીસે ભક્તિનગર સોસાયટી વિભાગ 2, મકાન નં.61 માં રહેતા 60 વર્ષીય રાધાબેન કાનજીભાઇ મકવાણાના ઘરના પહેલા માળે રૂમમાં છાપો મારી રાધાબેન ઉપરાંત તેમના પરિવારની કિંજલ હમીરભાઇ મકવાણા ( ઉ.વ.19 ), ત્યાં જ રહેતી અન્ય મહિલા ગુણીબેન કિશોરભાઇ જાદવ ( ઉ.વ.42), ડ્રાઇવીંગનું કામ કરતો પુત્ર હમીરભાઇ કાનજીભાઇ મકવાણા ( ઉ.વ.41), રત્નકલાકાર મુકેશ વેલજીભાઇ જાદવ ( ઉ.વ.41, રહે.મકાન નં.65, કમલપાર્ક સોસાયટી વિભાગ-2, કાપોદ્રા, સુરત ), રત્નકલાકાર ભાવેશ કિશોરભાઇ જાદવ ( ઉ.વ.27, રહે.મકાન નં.61, ભક્તિનગર સોસાયટી વિભાગ-2, કાપોદ્રા, સુરત ), રત્નકલાકાર મહેશ ખીમજીભાઇ મકવાણા ( ઉ.વ.27, રહે.મ.નં.61, ભક્તિનગર સોસાયટી વિભાગ 2, કાપોદ્રા, સુરત ). રત્નકલાકાર હર્ષદ ખીમજીભાઇ મકવાણા ( ઉ.વ.29, રહે.મકાન નં.80, ભક્તિનગર સોસાયટી વિભાગ 2, કાપોદ્રા, સુરત ) અને રત્નકલાકાર પોપટ ખીમજીભાઇ મકવાણા ( ઉ.વ.31, રહે.મકાન નં.61, ભક્તિનગર સોસાયટી વિભાગ 2, કાપોદ્રા, સુરત ) ને ઝડપી લીધા હતા.

(5:15 pm IST)