Gujarati News

Gujarati News

News of Wednesday, 1st September 2021

પ્રાંતિજ તાલુકાના ગેડ ગામે મટકી ફોડવા બાબતે એકજ કોમના બે જૂથ બાખડ્યા

પ્રાંતિજ:તાલુકાના ગેડ ખાતે જન્માષ્ટીમી મોડી રાત્રીએ મટકી ફોડ કાર્યક્રમને લઈને એક જ કોમના બે જુથ વચ્ચે બોલાચાલી બાદ મામલો ગરમાયો હતો જોકેથોડીવાર બાદ મામલો થાળે પડયો હતો પરંતુ સવારે ફરી બે જુથ આમને સામને આવતા સામ-સામે પથ્થર મારો થયો હતો. ઘટનાને લઇને પોલીસે ટીયર ગેસ છોડીના સેલ છોડી ટોળાને વિખેરવાનો પ્રસાય કર્યો હતો.

ગામમાં આવેલા જાહેર રસ્તા તથા મંદિર અને મકાનના છાપરાઓ ઉપર આમને સામને પથ્થરોનો વરસાદ થયો હતો. અનેક મકાનોના પતરાઓ બાકોરા પડી ગયા હતા. ગામમા નાસભાગ મચી જવા પામી હતી. પ્રાંતિજ પોલીસને આ અંગેની જાણ થતાં પ્રાંતિજ પોલીસ ધટના સ્થળે તાત્કાલિક દોડી આવ્યા હતા. પોલીસ પહોંચી તે સમયે પણ બંને જુથો વચ્ચે સામ-સામે પથ્થર મારો ચાલુ હતો. પોલીસ દ્વારા ટોળાને વિખેરવા ટીયર ગેસના સેેલ છોડયા હતા. પરિસ્થિતિ વધારે વણસે નહીં તે માટે હિંમતનગરતલોદ અને પ્રાંતિજ પોલીસને તાબડતોબ બોલાવી દેવામાં આવી હતી. પોલીસ આવતા આખરે મામલો શાંત પડયો હતો. પથ્થરમારામાં ઈજાઓ પહોંચેલા બંને પક્ષના જુથ્થોના લોકોને હિંમતનગર અને પ્રાંતિજ ૧૦૮ દ્વારા પ્રાંતિજ અને હિંમતનગર સિવિલમાં સારવાર અર્થે ખસેડવામા આવ્યા હતા.

(5:11 pm IST)