Gujarati News

Gujarati News

News of Wednesday, 1st September 2021

તહેવારમાં ત્રણ દિવસ અંબાજી મંદિરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું : 1,55,000 યાત્રીકોએ માં અંબાના દર્શનનો લાભ લીધો

નાનામોટા લગભગ 1,67,000 જેટલા પ્રસાદીના પેકેટનું વેચાણ : મંદિરના ભંડારામાં 41,34,000 જેટલું રોકડ દાન આવ્યું

અંબાજી: ભાદરવી મહિનાની પુનમે અંબાજી મંદિરમાં મેળો યોજાય છે.પરંતુ આ વરસે કોરોનાની મહામારીના કારણે ભાદરવી પૂનમનો મેળો બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. ત્યારે સતત ત્રણ દિવસ રાંધણ છઠ,સિતળા સાતમ અને જન્માષ્ટમીની રજાઓ હોવાથી અંબાજી માં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતુ.અને ગાડીઓનો ઘસારો થવાથી ટ્રાફિક જામની સમસ્યાઓ પણ નજરે પડી હતી. દરમિયાન અંબાજીમાં ત્રણ દિવસમાં આશરે 1,55,000 યાત્રીકોએ માં અંબાના દર્શનનો લાભ લીધો હતો.તેમજ નાનામોટા લગભગ 1,67,000 જેટલા પ્રસાદીના પેકેટનું વેચાણ થયું હતુ. અને માતાજી ના મંદિરના ભંડારામાં 41,34,000 જેટલું રોકડ દાન આવ્યું હતુ. ભાદરવી પૂનમના મેળાનાં દિવસોમાં લગભગ મંદિર બંધ રહેવાના અણસાર હોવાથી રજાનાં દિવસોમાં ભારે ભીડ રહેવાની શક્યતાઓ વધતી જોવા મળશે.

(2:36 pm IST)