Gujarati News

Gujarati News

News of Wednesday, 1st September 2021

નવા કૃષિ કાયદાને કારણે આજે 15 APMC બંધ થઈ ગયા : પાલ આંબલિયા

બંધ થયા એ એપીએમસી હતા જ નહીં: કિસાન સંઘના દિલિપ સખીયા

નવો કૃષિ કાયદો રદ કરવાની માંગ સાથે ખેડૂતો હજુ પણ દિલ્લી બોર્ડર પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે આ અંગે કોંગ્રેસ કિસાન સેલના પ્રમુખ પાલ આંબલિયાએ કૃષિ કાયદાને કાળો કાયદા ગણાવ્યો છે. પાલ આંબલિયાએ આક્ષેપ કર્યો કે કાળા કાયદાને કારણે આજે 15 APMC બંધ થઈ ગયા છે. તો બીજી તરફ કિસાન સંઘના પ્રમુખ દિલીપ સખિયાએ કૃષિ કાયદાના કારણે APMC બંધ થયાની વાતને રદિયો આપ્યો. દિલીપ સખિયાનું કહેવું છે કે જે બંધ થયા તે APMC હતા જ નહીં.

તો બીજી તરફ સુરતના ખેડૂત આગેવાન જયેશ પટેલે કૃષિ કાયદાને ખેડૂતો માટે ફાયદાકારક ગણાવ્યા. જયેશ પટેલે કહ્યું કે- જે રીતે ભારત સરકાર દ્વારા જે કૃષિ કાયદામાં ફેરફાર કરવામાં આવ્યા છે તેના કારણે ખેડૂતોને ફાયદો થયો છે. એક દેશ એક માર્કેટના અભિગમથી ખેડૂતોને આખા દેશના બજારની ખબર પડવા લાગી છે.

(2:26 pm IST)