Gujarati News

Gujarati News

News of Wednesday, 1st September 2021

ઉમરગામ પંથકમાં તો જાણે આભ ફાટ્યું : ૨૮ કલાકમાં અધધ..... ૧૮ ઇંચ : વાપીમાં ૨૮ કલાકમાં ૧૦ ઇંચ ખાબકયો

ગુજરાતીઓની પ્રાર્થના સાંભળતા મેઘરાજા : રાજ્ય ના અનેક વિસ્તારોમાં અનરાધાર વરસાદ

(જીતેન્દ્ર રૂપારેલિયા દ્વારા) વાપી :  જાણે મેઘરાજાએ ન્યૂઝ પેપર માં વરસાદ ના આંકડા ની એવરેજ જોઈ લીધા હોઈ તેમજ  જગતના તાતની ચિંતા અને પ્રજાજનોની પ્રાર્થનાનો પોકાર સાંભળી રાજ્યના અનેક વિસ્તારોમાં અનરાધાર વરસી રહ્યા છે એમાં પણ દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં તો અતિ મહેર વરસાવતા જિલ્લાના આશરે ૧૯ જેટલા રસ્તાઓ બંધ થઇ ગયા છે .

વલસાડ  જિલ્લા ના ઉમરગામ પંથકમાં તો આભ ફાટ્યાની સ્થિતિ સર્જાઈ છે માત્ર ૨૮ કલાકમાં ૧૮ ઇંચ જેટલો ભારે વરસાદ તૂટી પડતા જળબમ્બાકાર સ્તિથી ઉભી થવા પામી છે દુકાનો તેમજ ઘરો માં પાણી ઘુસી જતા ભારે હાલાકી ઉભી થઇ છે  વલસાડ જિલ્લા કલેકટર ઘટના સ્થળે દોડી જઈ સ્થિતીનો તાગ મેળવી ઘટતું કરવા પ્રયત્નો હાથ ધર્યા છે.. વાપી ઉપર પણ મેઘરાજા એ કૃપાદ્રષ્ટિ દર્શાવતા ૨૮ કલાક માં ૧૦ ઇંચ જેટલો ભારે વરસાદ નોંધાયો છે

ફ્લડ કંટ્રોલ પાસેથી મળતી માહિતી અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં એટલે કે આજ સવારના ૬ વાગ્યા સુધી માં નોંધાયેલ મુખ્યત્વે આંકડા ને જોઈએ તો ...

ઉમરગામ ૩૯૯ મિમિ,વાપી ૨૦૦ મિમિ,માંગરોળ ૧૨૯ મિમિ,વિસાવદર ૯૬ મિમિ,વઘઇ ૯૦ મિમિ, ડેડીયાપાડા ૮૮ મિમિ,ધોળકા ૮૬ મિમિ,કઠલાલ ૮૩ મિમિ, મેંદરડા  ૮૧ મિમિ,કપરાડા ૭૯ મિમિ, વડગામ અને નડિયાદ ૭૬-૭૬ મિમિ, બગસરા ૭૫ મિમિ,નાંદોદ ૭૪ મિમિ, ચોર્યાસી ૭૧ મિમિ,મનસા ૬૯ મિમિ, માતર ૬૮ મિમિ,પારડી ૬૭ મિમિ, ઘોઘા ૬૬ મિમિ,કેશોદ અને ઉમરેઠ ૬૪-૬૪ મિમિ,વાંસદા ૬૧ મિમિ,વંથલી ૫૬ મિમિ, ગરુડેશ્વર અને માંગરોલ  ૫૪-૫૪ મિમિ, ખેરગામ ૫૩ મિમિ,બોટાદ ૫૧ મિમિ, જૂનાગઢ અને જૂનાગઢ સીટી ૫૦-૫૦ મિમિ વરસાદ નોંધાયો છે .

આ ઉપરાંત સાવરકુંડલા અને ખેડા ૪૮-૪૮મિમિ,વસો ૪૬ મિમિ,ગારિયાધર અને નેત્રંગ ૪૫-૪૫ મિમિ, ડીસા ૪૪ મિમિ, પોસીના, રાજુલા, આનંદ અને બરવાળા ૪૩-૪૩ મિમિ, સુબીર ૪૨ મિમિ, તળાજા ૪૧ મિમિ, મહેમદાવાદ ૩૯ મિમિ,મહુવા ૩૮ મિમિ, માળીયા , તાલાળા, અમરેલી અને સોજીત્રા અને કવાંટ ૩૭-૩૭ મિમિ,ડાંગ ૩૬ મિમિ,શિનોર ૩૫ મિમિ,મોરવા હડફ ૩૪ મિમિ, વાડિયા, ઉમરાળા અને વલ્લભીપુર ૩૨-૩૨ મિમિ, ભાવનગર ૩૧ મિમિ, ધોરાજી, ખમ્ભા, મહુધા અને ફતેહપુરા ૩૦-૩૦ મિમિ વરસાદ નોંધાયો છે.

તો વીરપુર ૨૯ મિમિ, ધારી, સાવલી, છોટા ઉદેપુર અને ઓલપાડ ૨૮-૨૮ મિમિ, ધંધૂકા ૭ મિમિ, વેરાવળ, કપડવંજ, કામરેજ અને નવસારી ૨૫-૨૫ મિમિ, ધોલેરા, ભરૂચ, વ્યારા,ચીખલી અને ગણદેવી ૨૪-૨૪ મિમિ, ભેસાણ, નસવાડી, જેસર, પાલીતાણા, રાણપુર, ઝગડીયા અને ધરમપુર ૨૩-૨૩ મિમિ, પ્રાંતિજ, વાદળી, માણાવદર કરજણ અને વલસાડ ૨૨-૨૨ મિમિ, દાંતા , સુઈગામ, મેહસાણા, ઉના, લીલીયા, હાલોલ, નિઝર, હાલોલ, માંડવી અને જલાલપોર ૨૧-૨૧ મિમિ, સરસ્વતી, લીંબડી, અમદાવાદ સીટી,સંખેડા,સાંજેલી ૦-૨૦ મિમિ વરસાદ નોંધાયો છે

આ ઉપરાંત રાજ્ય ના ૨૫ તાલુકાઓમાં ૧ મિમિ થી લઇ ૧૯ મિમિ સુધીનો વરસાદ નોંધાયો છે.

(1:08 pm IST)