Gujarati News

Gujarati News

News of Wednesday, 1st September 2021

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 228 તાલુકામાં વરસાદ : સૌથી વધુ ઉમરગામમાં 12 ઇંચ ખાબક્યો : વાપીમાં 8 ઇંચ, માંગરોળમાં 5 ઇંચ અને વિસાવદરમાં 4 ઇંચ વરસાદ

31 તાલુકામાં બે ઇંચથી વધુ અને ૭૬ તાલુકામાં ૧ ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો

અમદાવાદ :  છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. રાજ્યના 228 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ વલસાડના ઉમરગામમાં 12 ઇંચ ખાબક્યો છે. વલસાડના વાપી માં આઠ ઇંચ , જૂનાગઢના માંગરોળમાં પાંચ ઇંચ કરતાં વધુ અને વિસાવદરમાં ૪ ઇંચ કરતાં વધુ નોંધાયો છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યના ૧૪ તાલુકામાં ૩ ઇંચ કરતા વધારે વરસાદ સરકારે ચોપડે નોંધાયો છે. રાજ્યના 31 તાલુકામાં બે ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો જ્યારે રાજ્યના ૭૬ તાલુકામાં ૧ ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે.

ઉમરગામમાં ૧૧ ઇંચ વરસાદ થતાં ઘણા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. તેનાથી લોકોને ખૂબ આર્થિક નુકસાન વેઠવું પડ્યું છે. નિચલા વિસ્તારોમાં મકાનો-દુકાનોમાં પાણી ભરાઇ ગયા છે. ઘણા વિસ્તારોમાં સ્થિતિ ખરાબ થઇ ગઇછે. બચાવ અને રાહત કાર્યોના નિર્દેશ આપવાની સાથે જ કલેક્ટર શ્રીપા આગરે પોતાની ટીમ સાથે ઉમરગામ પહોંચ્યા હતા.

જોકે વરસાદના ત્રીજા રાઉન્ડથી લોકોમાં ખુશીનો માહોલ છે, કારણ કે આ વખતે રાજ્યમાં 35 વર્ષનો સૌથી વધુ વરસાદ થયો છે. હવામાન વિભાગે આગામી ચાર-પાંચ સુધી રાજ્યમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી હતી. તેથી ખેડૂતોના ચહેરા પર ખુશી લહેર જોવા મળી રહી છે.

(12:58 pm IST)