Gujarati News

Gujarati News

News of Wednesday, 1st September 2021

આવતીકાલથી ધોરણ 6થી 8ના વર્ગો શરૂ : કોરોના ગાઇડલાઇનનું શાળાઓએ કરવું પડશે ચુસ્ત પાલન

શાળાઓ દ્વારા તૈયારીઓ શરૂ :વર્ગની સાફ સફાઈ અને સેનિટાઈઝેશન કામગીરી પણ આરંભી

અમદાવાદ :  કોરોના મહામારીમાંથી ગુજરાત હવે ધીમેધીમે અનલોક થઈ રહ્યું છે. આવતી કાલથી ( બીજી સપ્ટેમ્બર) ગુજરાતમાં ધો-6થી 8ના વર્ગો શરૂ થશે. તેના માટે અમદાવાદ સહિત અનેક શહેરોમાં શાળાઓ દ્વારા તૈયારીઓ શરૂ કરાઈ છે. વર્ગની સાફ સફાઈ અને સેનિટાઈઝેશન કામગીરી પણ આરંભી નાંખવામાં આવી છે.

સપ્ટેમ્બરથી દેશનાં અનેક રાજ્યોની શાળાઓ ધમધમશે. પણ સાથે જ એક ડર પણ છે કે બાળકોમાં કોરોનાનાં કેસ વધ્યા તો શું થશે ? આમ તો કોરોનાકાળમાં શાળાઓ માટે કડક ગાઇડલાઇન્સ બનાવાઇ છે

(12:55 pm IST)