Gujarati News

Gujarati News

News of Wednesday, 1st September 2021

બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી

અંબાજીની જેમ બીજાં ઘણાં સ્થળે પણ જોરદાર વરસાદન કારણે પાણી ભરાયાં

બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે અને ઠેર ઠેર વરસાદ પડતાં લોકોને રાહત થઈ છે. અંબાજીની જેમ બીજાં ઘણાં સ્થળે પણ જોરદાર વરસાદન કારણે પામી ભરાયાં છે

બનાસકાંઠા જિલ્લામાં 24 કલાકના વરસાદી તાલુકાના આંકડા જોઇએ તો અમીરગઢમાં 01 મિમી, કાંકરેજમાં 18 મિમી, ડીસામાં 44 મિમી, થરાદમાં 07 મિમી, દાંતામાં 21 મિમી, દાંતીવાડામાં 17 મિમી, દિયોદરમાં 03 મિમી, ધાનેરામાં 15 મિમી, પાલનપુરમાં 19 મિમી, ભાભરમાં 33 મિમી, લાખણીમાં 31 મિમી, વડગામમાં 76 મિમી, વાવમાં 02 મિમી, સુઇગામમાં 21 મિમી પડ્યો છે. જિલ્લામાં આ વર્ષનો 31.62 ટકા જેટલો એવરેજ વરસાદ નોંધાયો છે.

(12:03 pm IST)