Gujarati News

Gujarati News

News of Wednesday, 1st September 2021

યાત્રાધામ અંબાજીમાં જોરદાર વરસાદ : રસ્તા પર મૂકેલાં વાહનો પણ તણાયા

રસ્તા જળબંબાકાર થઈ ગયા હતા ને રસ્તા પર ઉભા વાહનો તણાવા લાગ્યાં

અંબાજીઃ ગુજરાતમાં લાંબા સમયના વિરામ પછી ફરી વરસાદે તોફાની બેટિંગ શરૂ કરી છે ત્યારે યાત્રાધામા અંબાજીમાં પણ જોરદાર વરસાદ પડી ગયો હતો.યાત્રાધામ અંબાજીમાં એટલો જોરદાર વરસાદ પડ્યો હતો કે, રસ્તા પર મૂકેલાં વાહનો પણ તણાઈ ગયાં હતાં. લોકોએ ભારે દોડાદોડી કરીન પોતાનાં વાહનોને બચાવવા પડ્યાં હતાં.

  બનાસકાંઠા જિલ્લામાં મંગળવારે દિવસ ભરના ભારે ઉકળાટ બાદ સાંજે તોફાની વરસાદ શરૂ થયો હતો. સમગ્ર જિલ્લામાં વરસાદ પડ્યો હતો પણ યાત્રાધામ અંબાજીમાં ભારે વરસાદ પડ્યો હતો. રસ્તા જળબંબાકાર થઈ ગયા હતા ને રસ્તા પર ઉભા વાહનો તણાવા લાગ્યાં હતાં. જેમનાં વાહનો તણાતાં હતાં એ લોકો વરસાદી પાણીમાં પોતાના તણાતાં વાહનોને પાણીના પ્રવાહથી બચાવવા દોડાદોડી કરી મૂકી હતી.

 

(12:02 pm IST)