Gujarati News

Gujarati News

News of Wednesday, 1st September 2021

સુરતની અંબિકા નદીમાં ભારે પુરને કારણે એક જ પરિવારના પાંચ સભ્‍યો ડૂબતા ભારે ગમગીની

સાસુ વહુનું મૃત્‍યુ નિપજયું : ત્રણ લોકો હજુ લાપતા છે

સુરત : દક્ષિણ ગુજરાતના સૂરતના મહુવા તાલુકાનાં એક ગામની સીમ પાસે આવેલી એક દરગાહે દર્શન કરવા ગયેલા સુરતના લિંબાયત વિસ્તારના એક પરિવારની 4 મહિલાઓ સહીત 5 અંબિકા નદીમાં ગરક થયાની ઘટનાએ અરેરાટી વ્યાપી ગયી છે. અંબિકા નદીમાંથી બે મહિલાઓની લાશ બહાર કાઢવામાં આવી છે જ્યારે અન્ય ત્રણની શોધ-ખોલ ચાલુ છે.

દક્ષિણ ગુજરાતના મહુવા નજીક આવેલા કુમકોતર ગામની સીમ નજીક જોરાવરર્પીરની દરગાહે દર્શન કરવા સુરતનો એક પરિવાર આવ્યો હતો.પ્રાથમિક તબક્કે એવું મનાય છે કે, પરિવારના પાંચ સભ્યો જેમાં ચાર મહિલા અને એક પુરુષનો સમાવેશ થાય છે,તેઓ અંબિકાના વહેણમાં નહાવા ગયા હોય તેવા સમયે પાંચે' પાણીના વહેણમાં ખેંચાઈ ગયા હોવાની સંભાવના વ્યક્ત કરાઈ છે.સ્થાનિક તરવૈયાઓ દ્વારા બે મહિલાઓનાં મૃતક શરીર પાણીમાંથી બહાર લાવવામાં આવ્યા હતા.જ્યારે અન્ય ત્રણની શોધખોળ ચાલી રહી છે.

સુરતનાં લીમ્બાયત વિસ્તારમાં રહેતા ફકીર પરિવારના જાવીદ્શા સલીમશા (36) પોતાની પત્ની,માતા અને નાના ભાઈ સહીત 6 વ્યક્તિનો પરિવાર કુમકોતરની સીમમાં આવેલી જોરાવાર્પીરની દરગાહે દર્શન કરવા ગયો હતો. દરગાહના દર્શન કર્યા બાદ પરિવારના સદસ્યો અંબિકા નદીના વહેણમાં નહાવા ઉતર્યા હતા. દરમિયાન ફકીર પરિવારના પાંચ સદસ્યો અંબિકા નદીના વહેણમાં ગરક થઇ ગયા હતા.

સ્થાનીકોએ બે મહિલાની લાશ નદીમાંથી બહાર કાઢી હતી.જ્યારે અન્ય ત્રણની તપાસ ચાલુ છે. જોરાવરર્પીરની દરગાહ પાસે ઘટેલી દુર્ઘટનાથી નાના એવા ગામમાં અરેરાટી પ્રસરી ગઈ હતી.

મૃતકના નામ

    પરવીનશા જાવીદશા ફકીર (પત્ની)

    રૂક્ષામાલી સલીમશા ફકીર (માતા)

ગૂમ થયેલો પરિવાર

    રૂક્ષારબી જાકુરશા ફકીર

    આરીકુશા સલીમશા ફકીર (નાનો ભાઈ)

    સમીમબી આરીકુશા ફકીર (નાના ભાઈની પત્ની)

(10:41 pm IST)