Gujarati News

Gujarati News

News of Wednesday, 1st September 2021

હવામાન નિષ્‍ણાંત આંબાલાલ પટેલે ગુજરાતમાં વરસાદ માટે કરી આગાહી : કેટલાક કલાકો ભારે રહેશે

કયાં કયાં કેટલો વરસાદ પડી શકે જાણો ફટાફટ

અમદાવાદ : હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. આગામી 42 કલાકમાં ઉત્તર ગુજરાતમાં અનેક વિસ્તારમાં વરસાદના વરતારા આપવામાં આવ્યા છે. અંબાલાલ પટેલે કહ્યું છે કે 1 સપ્ટેમ્બરથી સૌરાષ્ટ્રમાં પણ વરસાદ પડશે તે ઉપરાંત 2 સપ્ટેમ્બરના સૌરાષ્ટ્રના પશ્ચિમ ભાગોમાં વરસાદ વરસવાની સમભાવના કરવામાં આવી છે. તો બીજી તરફ 2 સપ્ટેમ્બરના દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ તો 6 થી 10 સપ્ટેમ્બર દરમિયાન ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. 13 અને 14 સપ્ટેમ્બરે સુધી વરસાદી વાતાવરણની સંભવાના સેવાઇ રહી છે. મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.બનાસકાંઠા, મહેસાણામાં કેટલીક જગ્યાએ અતિ ભારે તો સાબરકાંઠા, અરવલ્લી જિલ્લામાં 1-2 ઇંચ વરસાદ પડશે એવું ખગોળશાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે. ખેડૂતોના માથેથી ચિંતાના વાદળો હવે વરસાદ રૂપે વરસશે તેવા સંકેત દેખાઈ રહ્યા છે. ગુજરાતમાં વરસાદી માહોલ જામવાથી સરકાર સહિત ગુજરાતના લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.

ગુજરાતમાં હવામાન વિભાગે વરસાદ આગામી 5 દિવસ સુધી સારો વરસાદ પડવાની આગાહી કરી છે હાલ બંગાળની ખાડીમાં લો-પ્રેશર સક્રિય થતા સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડિયા દરમિયાન વરસાદી ઝાપટા પડવાની શક્યતાઓ સેવાઈ રહી છે. ત્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

લાંબા વિરામ બાદ હવે મેઘરાજા મન મુકી છે વરસી રહ્યા છે ગઈ કાલે રાજ્યના 115 તાલુકાઓમાં સારો એવો વરસાદ ખાબક્યો હતો, જ્યારે આજે વહેલા સવારથી રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં પણ અનેક જગ્યાએ ધીમીધારે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. શહેરના પૂર્વ વિસ્તાર સહિત બોડકદેવ, વેજલપુર, શિવરંજનીમાં વરસાદ પડતા રોડ રસ્તા પર પાણી જોવા મળી રહ્યા છે. તરફ વલસાડ જિલ્લામાં પણ ભારે વરસાદને કારણે મધુબન ડેમમાં નવા પાણીની આવક થઇ છે. ડેમમાં હાલ 46 હજાર ક્યુસેક પાણીની આવક થતા દમણગંગા નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. લાંબા વિરામ બાદ હવે મેઘરાજા મહેરબાન બન્યા છે ત્યારે આજે સવારથી જૂનાગઢ, ભાવનગર,અમદાવાદ, મોરબી, કચ્છ, રાજકોટ, પાટણ, સુરેન્દ્રનગર, ગીર-સોમનાથ, સુરત, મહેસાણા, વડોદરા સહિતના મોટા ભાગના વિસ્તારોમાં સામાન્યથી ભારે વરસાદ નોંધાયો છે.પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, વલસાડ, મહેસાણા, તાપી, ગાંધીનગર, છોટાઉદેપુર, ખેડા, અરવલ્લી, અમદાવાદ સહિતમાં સામાન્ય વરસાદ નોંધાયો છે. તો સૌથી વધુ ઉમરગામમાં 10 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે એક સાથે વરસાદ ખાબકતાં વાપી અને ઉમરગામ તાલુકામાં નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થયો હતો. એના નિકાલની લાઈન બ્લોક થતાં પાણીનો ભરાવો થયો હતો, જેને લઈને સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો ભારે વરસાદને પગલે જિલ્લા કલેક્ટર પર અસરગ્રસ્તોની મુલાકાતે દોડી આવ્યા હતા. જ્યારે વાપીમાં 5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે ભારે વરસાદને લઇ જિલ્લા કલેક્ટર સહિત વહીવટી તંત્ર પણ અલર્ટ બન્યું છે.

(10:17 pm IST)