Gujarati News

Gujarati News

News of Sunday, 1st August 2021

પૂ.હરિપ્રસાદ સ્વામીના અક્ષરવાસ બાદ યોગી ડિવાઈન સોસાયટીનું 5 સ્વામીજી સંભાળશે સુકાન :તમામ સંતોની સંમતથી થઇ જાહેરાત

પ્રેમ સ્વામી, પ્રમોદ સ્વામી, ત્યાગવલ્લભ સ્વામી સુકાન સંભાળશે: પ્રેમ સ્વરૂપ, પ્રબોધજીવન સ્વામી સંસ્થાનું સુકાન સંભાળશે :ભગવંત સાહેબજીએ કરી જાહેરાત

વડોદરા સોખડા સ્વામિનારાયણ મંદિરના હરિપ્રસાદ સ્વામી અક્ષરવાસ થયા બાદ યોગી ડિવાઇન સોસાયટીને લઇને મહત્વની જાહેરાત કરાઈ છે. આગામી સમયમાં 5 સંતો યોગી ડિવાઇન સોસાયટીનું સુકાન સંભાળશે. પ્રેમ સ્વામી, પ્રમોદ સ્વામી, ત્યાગવલ્લભ સ્વામી સુકાન સંભાળશે. આ સંતોમાં પ્રેમ સ્વરૂપ, પ્રબોધજીવન સ્વામી સંસ્થાનું સુકાન સંભાળશે. આ સમગ્ર વિષયની જાહેરાત સંત ભગવંત સાહેબજી દ્વારા કરાઈ હતી. અને તમામ સંતોની સંમતિથી જાહેરાત કરાઈ હોવાનો પણ ઉલ્લેખ કરાયો હતો.

સોખડા હરિધામ મંદિરના લીમડા વનમાં સંતોએ મુખાગ્નિ આપીને હરિપ્રસાદ સ્વામીજીના અંતિમ સંસ્કાર કર્યાં હતા. હરિપ્રસાદ સ્વામીજીનો નશ્વર દેહ પંચમહાભૂતમાં વિલીન થઇ ગયો છે. આ સમયે સંતો અને ભક્તો રડી પડ્યા હતા. આ પહેલા પાલખી યાત્રા હાલ લીમડા વન ખાતે પહોંચી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે હરિપ્રસાદ સ્વામીજીના અંતિમ દર્શન કર્યાં હતા અને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. પાલખીયાત્રામાં મોટી સંખ્યામાં સંતો જોડાયા હતા.

વડોદરાના સોખડા હરિધામના સંત હરિપ્રસાદ સ્વામીની અંતિમવિધિની લીમડા વન ખાતે કરાઈ. અંતિમવિધિના દિવસે મુખ્યમંત્રી વિજય રૂપાણી, ના.મુ. નીતિન પટેલ, શિક્ષણમંત્રી સહિતના નેતાઓ પહોંચ્યા હતા. સ્વામીજીની અંતિમવિધિમાં લાખો ભક્તો પણ આંખમાં ભીનાશ સાથે દર્શન કરતા દેખાયા હતા. સમગ્ર અંતિમવિધિ વેદિક મંત્રોત્ચાર સાથે કરાશે. યજુર્વેદ સંહિતાના પુરુષસૂક્તની વિધિ પ્રમાણે નિયમોનું પાલન કરાશે.

મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણીએ કહ્યું કે, હરિપ્રસાદ સ્વામીએ હંમેશા ગુજરાતની ચિંતા કરી છે. હું ગુજરાતની સાડા છ કરોડ લોકો તરફથી શ્રદ્ધાંજલિ આપું છું. ગુજરાતનું યુવાધન નોધારું બન્યું છે. યુવાનોના આદર્શ એવા હરિપ્રસાદ સ્વામી આપણી વચ્ચે નથી. પણ તેમની શીખ યુવાનો માટે પ્રેરણા બનશે.

 

વડોદરા નજીક આવેલા હરિધામ સોખડા સ્વામિનારાયણ મંદિરના સંત હરિપ્રસાદ સ્વામી 27 જુલાઈને સોમવારે મોડી રાતે અક્ષર નિવાસી થયાં હતા. તેઓ છેલ્લા કેટલાક સમયથી નાદુરસ્ત હતા અને તેમનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે સતત ચેકઅપણ કરવામાં આવતું હતું. જો કે, સોમવારે તેમની તબિયત એકાએક લથડતા સાંજના સમયે તેમને વડોદરા સ્થિત ભાઈલાલ અમીન હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

 

હરિપ્રસાદ સ્વામીના નશ્વર દેહને મંગળવાર 27 જુલાઈ થી શનિવાર 31 જુલાઈ સુધી ભક્તોના દર્શનાર્થે મુકવામાં આવ્યો હતો. આ ત્રણ દિવસ દરમિયાન દેશ-વિદેશના અનેક ભક્તો અને રાજકીય-સામાજીક આગેવાનોએ સ્વામીજીના પાર્થિવ દેહના અંતિમ દર્શન કર્યા હતા.

 

હરિપ્રસાદ સ્વામીજીની છેલ્લા કેટલાક સમયથી નાદુરસ્ત હતા અને તેમનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે સતત ચેકઅપણ કરવામાં આવતું હતું. જો કે, સોમવારે તેમની તબિયત એકાએક લથડતા સાંજના સમયે તેમને વડોદરા સ્થિત ભાઈલાલ અમીન હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા.

 

સ્વામી હરિપ્રસાદજી BAPS સંસ્થાના સંત પ્રમુખ સ્વામી મહારાજના ગુરુભાઈ હતા અને તેઓનો જન્મ 1934માં થયો હતો.

(9:18 pm IST)