Gujarati News

Gujarati News

News of Sunday, 1st August 2021

પ્રદેશ ભાજપ સંગઠન મહામંત્રી તરીકે રત્નાકરની નિમણૂક થઈ

રત્નાકર મૂળ ઉત્તરપ્રદેશના દેવરિયા જિલ્લાના વતની : છેલ્લા એક દાયકાથી વધારે ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી તરીકે ભીખુભાઈ દલણીયા કામ કરી રહ્યા છે

ગાંધીનગર,તા.૧ : ભાજપના સંગઠનમાં પ્રદેશ પ્રમુખનું જેટલું મહત્વ છે તેના જેટલું જ મહત્વ સંગઠન મહામંત્રીનું હોય છે. સંગઠન મહામંત્રી તરીકે રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના પ્રચારકને બનાવામાં આવે છે. છેલ્લા એક દાયકાથી વધુ ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી તરીકે ભીખુભાઈ દલણીયા કામ કરી રહ્યા છે. સુરેશ ગાંધી પછી ભીખુ ભાઈ દલસાણીયા સંગઠન મહામંત્રી તરીકેની જવાબદારી નિભાવી રહ્યા હતા.પરંતુ હવે બિહાર ભાજપના સહસંગઠન મહામંત્રી રત્નાકરને ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી તરીકે નિમણુંક કરવામાં આવી છે. આ સાથે જ પ્રદેશ ગુજરાત ભાજપના સંગઠનમાં છેલ્લુ પરિવર્તન પણ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર. પાટીલના કાર્યકાળમાં જ થઈ ગયું છે. નવનિયુક્ત સહસંગઠન મહામંત્રી રત્નાકરની વાત કરવામાં આવે તો, મૂળ ઉત્તરપ્રદેશના દેવરિયા જિલ્લામાં જન્મેલ, રત્નાકર સંઘના જિલ્લા અને વિભાગના પ્રચારક રહ્યા છે. તેમને બિહારમાં  સહ-સંગઠન મહામંત્રીનો હવાલો આપવામાં આવ્યો હતો. રત્નાકર અત્યાર સુધી યુપીમાં કાશી અને ગોરખપુર પ્રદેશના પ્રાદેશિક સંગઠન મંત્રીના પદ પર હતા. આ પહેલા તેઓ વિદ્યાર્થી પરિષદ સાથે પણ જોડાયેલા હતા. બિહારના સંગઠન મહામંત્રી નાગેન્દ્રનાથ સાથે પણ તેમના સારા સંબંધો છે. આ જ કારણ છે કે તેમને મુઝફ્ફરપુરની જવાબદારી મળી હતી.૨૦૧૮ માં ગોરખપુર લોકસભા પેટાચૂંટણીમાં ભાજપની હાર બાદ પાર્ટીએ સંગઠન સ્તરમાં ફેરફાર કર્યો અને તેમને કાશી અને ગોરખપુરની જવાબદારી સોંપવામાં આવી હતી. ૨૦૧૯ ની લોકસભા ચૂંટણીના પરિણામો બાદ સંગઠન પર રત્નાકરનો પ્રભાવ વધ્યો હતો. ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતના ગઢની મહત્વની જવાબદારી રત્નાકરજીને સોંપવામા આવી છે.પરંતુ શું રત્નાકરજી પણ ભીખુભાઈ દલસાણીની જેમ ગુજરાતમાં સેટ થઈ શકશે? ભીખુ ભાઈ દલસાણી સંઘના પ્રચાર અને ભાજપના સંગઠન મહામંત્રી ઉપરાંત સૌરાષ્ટ્ના કડવા પાટીદાર સમાજમાંથી આવતા હોવાથી સંગઠનને તો ઘણો ફાયદો થયો હતો.ત્યારે વર્ષે ૨૦૨૨ની વિધાસભા ચૂંટણીએ રત્નાકરજી માટે મહત્વની સાબિત થશે.કારણ કે, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર પાટીલે ૧૮૨ સીટો જીતવાનું લક્ષ્ય રાખ્યું છે. તો બીજી તરફ ભાજપના વિજય રથને રોકવા આ વખતે કોંગ્રેસની સાથે સાથે આમ આદમી પાર્ટી પણ મેદાને ઉતરી છે. જો ગુજરાતના સંગઠન મહામંત્રીઓ વાત કરવામાં આવે તો, ગુજરાતના પ્રથમ સંગઠન મહામંત્રી તરીકે નાથાલાલ જગડા, બીજા સંગઠન મહામંત્રી તરીકે નરેન્દ્ર મોદી, ત્રીજા સંગઠન મહામંત્રી તરીકે સંજય જોશી, ચોથા સંગઠન મહામંત્રી તરીકે સુરેશ ગાંધી,પાંચમા સંગઠન મહામંત્રી તરીકે ભીખુભાઇ દલસાણીયા અને હવે છઠા સંગઠન મહામંત્રી તરીકે રત્નાકરજીની નિમણુંક કરવામા આવી છે. ભીખુભાઇ દલસાણીયા એ સંઘના પ્રચારક તરીકે સૌરાષ્ટ્માં કામ કરતા કરતા પ્રદેશ ભાજપ સંગઠન મહામંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી.નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાત ના મુખ્ય મંત્રી બન્યા ત્યાર બાદ તેમની નિમણુંક કરવામાં આવી હતી. હવે જ્યારે તેમના સ્થાને રત્નાકરજીની નિમણુંક રકવામાં આવી છે ત્યારે ભીખુભાઇ દલસાણીયા ને ભાજપના રાષ્ટીય સંગઠનમાં મહત્વની જવાબદારી મળે તેવી માહિતી ભાજપ સૂત્રો તરફથી મળી રહી છે. રત્નાકર એક ભારતીય રાજકીય અને ભાજપના અગ્રણી વ્યૂહાત્મક નેતા છે. તેઓ બિહાર ક્ષેત્ર માટે સંગઠનના રાજ્ય સંયુક્ત મહામંત્રી છે. તેઓ સામાજિક કાર્યકર તરીકે શરૂઆતના દિવસો દરમિયાન સંઘ સાથે જોડાયેલી કારકિર્દીની શરૂઆતથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) સાથે જોડાયેલા છે અને ૨૦૧૭ માં સામાન્ય વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ દ્વારા તેમને કાશી અને ગોરખપુર વિસ્તારના સંગઠન સચિવ બનાવવામાં આવ્યા હતા. રત્નાકરે બિહાર વિધાનસભા ચૂંટણી ૨૦૨૦, યુપી વિધાનસભા ચૂંટણી ૨૦૧૭, લોકસભા ચૂંટણી ૨૦૧૯ અને બંગાળ વિધાનસભા ચૂંટણી, ૨૦૨૧ માં સૌથી વધુ મહત્વનું યોગદાન આપ્યું છે. બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં, ગ્રાસ-રૂટ લેવલ પર તેમનું કાર્ય જોઈને તેમને માઈક્રો મેનેજમેન્ટના માસ્ટર માનવામાં આવ્યા છે. તેમને રાજ્ય સ્તરે પ્રભાવશાળી અને સક્રિય વ્યૂહાત્મક નેતા માનવામાં આવે છે. આશ્રયદાતા તરીકે, તેમણે પીઆરઆરએફને પોતાનો ટેકો આપ્યો છે અને પીઆરઆરએફ નીતિ, પ્રવૃત્તિ અને ચાલુ પ્રોજેક્ટ્સની સક્રિય દેખરેખ રાખી છે.

(7:25 pm IST)