Gujarati News

Gujarati News

News of Sunday, 1st August 2021

અમદાવાદવાસીઓ ગણેશ મહોત્સવની તૈયારીમાં લાગ્‍યા

અમદાવાદની માર્કેટમાં મૂર્તિ લેવા માટે લોકો ઉંમટી પડ્યા : ગણેશજીની મૂર્તિમાં 15 ટકા જેટલો વધારો જોવા મળ્યો: 1.5 ફૂટની મૂર્તિ આશરે 2500થી 3000 સુધીના ભાવોનો અંદાજ

અમદાવાદ : 10 સપ્ટેમ્બરથી ગણેશ મહોત્સવ શરૂ થાય છે.ત્યારે અત્યારથી માર્કેટમાં મૂર્તિ લેવા માટે લોકો ઉંમટી પડ્યા છે. અમદાવાદ શહેરમાં વખતે ગણેશજીની મૂર્તિમાં 15 ટકા જેટલો વધારો જોવા મળ્યો છે. વર્ષે ઈકો ફ્રેન્ડલી માટીના ગણેશજીની મૂર્તિમાં વધારો જોવા મળી રહ્યો છે. જોકે, હાલ એક પણ પીઓપીની મૂર્તિના ઓર્ડર આવ્યા નથી. અત્યાર સુધી વેચાયેલી મૂર્તિમાંથી 80 ટકા મૂર્તિ માટીમાંથી બનેલી ઈકો ફ્રેન્ડલી અને લગભગ બે ફૂટ સુધીની છે.

મૂર્તિકારના જણાવ્યા અનુસાર, વર્ષે મહારાષ્ટ્રથી કાચો માલ મોંઘો આવવાને કારણે માટીની દરેક મૂર્તિ પર 15-20%નો વધારો જોવા મળશે. 1.5 ફૂટની મૂર્તિ આશરે 2500થી 3000 સુધીમાં વેચાશે. દર વર્ષ કરતાં વર્ષે ઇકોફ્રેન્ડલી મૂર્તિના એડવાન્સ બુકીંગમાં 15% જેટલો વધારો જોવા મળ્યો છે. ​​​​​​​માટીની મૂર્તિ તૈયાર કરવા માટે સમય લાગતો હોય છે. વર્ષે સરકારે 4 ફૂટની મૂર્તિની મંજૂરી મોડી આપતા મોટી સંખ્યામાં મૂર્તિ બનાવવી શક્ય નથી. શહેરમાં આશરે 2થી 4 ફૂટની 55 હજાર મૂર્તિઓની સ્થાપના થાય તેવી શક્યતા છે. ઇકોફ્રેન્ડલી મૂર્તિ તૈયાર કરતાં સમય લાગે છે.

જયારે શહેરમાં દર વર્ષે 600 જેટલા પંડાલો શહેરમાં બંધાય છે, પરંતુ વર્ષે 350થી વધુ પંડાલોએ પોતાની ઇકોફ્રેન્ડલી મૂર્તિ માટે એડવાન્સ બુકિંગ કરાવ્યું છે. દર વર્ષે પંડાલોમાં 5 ફૂટ કે તેથી મોટી મૂર્તિનું નિર્માણ થાય છે, પણ વર્ષે દરેક પંડાલે 3-4 ફૂટની ઇકોફ્રેન્ડલી મૂર્તિનો ઓર્ડર કર્યો છે.

(4:39 pm IST)