Gujarati News

Gujarati News

News of Sunday, 1st August 2021

ધી ગુજરાત સ્ટેટ કો.ઓ.હાઉસીંગ ફાયનાન્સ કોર્પોરેશનની ચુંટણીમાં ભાજપનો થયો વિજય

આજે યોજાયેલી ચૂંટણીમાં ૩પ બેઠકોમાં ૩૧ ઉમેદવારો બિનહરીફ જાહેર થયા

ગાંધીનગર: ધી ગુજરાત સ્ટેટ કો.ઓ. હાઉસીંગ ફાયનાન્સ કોર્પોરેશન લી. ની બોર્ડ ઓફ ડીરેકટર્સની ચુંટણીમાં કુલ 35 બેઠકોમાંથી 31 બેઠકો આજરોજ બિનહરીફ થઈ છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલના નેતૃત્વમાં ભાજપ તરફી તમામ ૩૧ ઉમેદવારો બિનહરીફ જાહેર થયા હોવાનો દાવો ભાજપ તરફથી કરાયો છે. બાકીની 4 બેઠકોની ચૂંટણી આગામી તા.13મી ઓગસ્ટના રોજ યોજાશે. આ બેઠકો પણ ભાજપ હાંસલ કરશે. એટલું જ નહીં પરંતુ ભાજપ ફરી એક વખત ધી ગુજરાત સ્ટેટ કો.ઓ. હાઉસીંગ ફાયનાન્સ કોર્પોરેશન લી. સંસ્થાનું સુકાન સંભાવશે તેવો પણ દાવો કરવામાં આવ્યો છે.

ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં વધુમાં જણાવ્યું છે કે, બાકીની 4 બેઠકો જેમાં ગાંધીનગરની 2, સુરેન્દ્રનગરની 1 અને નવસારીની 1 બેઠક પર આગામી 13મી ઓગસ્ટ 2021નાં રોજ ચુંટણી યોજાવાની છે તે તમામ બેઠકો પર ભાજપા તરફી ઉમેદવારોનો જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આમ ગુજરાત હાઉસીંગ ફાયનાન્સ કોર્પોરેશનમાં ભાજપની સ્પષ્ટ બહુમતી મળેલ છે. અને ભાજપ ફરી એક વખત ધી ગુજરાત સ્ટેટ કો.ઓ. હાઉસીંગ ફાયનાન્સ કોર્પોરેશન લી. સંસ્થાનું સુકાન સંભાળશે તેમ જણાવ્યું છે.

(3:40 pm IST)