Gujarati News

Gujarati News

News of Sunday, 1st August 2021

ગુજરાતનો રસીકરણ પ્રશ્ને દેશભરમાં વાગ્યો ડંકો

૩.રપ કરોડથી વધુ લોકોને વેકસીન અપાઇ

ગાંધીનગર: ગુજરાતે વિશ્વવ્યાપી મહામારી કોરોના સામે રક્ષણાત્મક ઉપાય સમાન કોરોના વેક્સિનેશન અન્વયે પર મિલીયન એટલે કે દર દસ લાખ લોકોએ વેક્સિનેશન અંતર્ગત પાંચ લાખ 17 હજાર વ્યક્તિઓનું વેક્સિનેશન કરીને દેશભરમાં અગ્રીમ સ્થાન મેળવ્યું છે.

ગુજરાતમાં કોરોના વેક્સિનેશનના 75 લાખ ડોઝ જુલાઇ દરમ્યાન થયા છે. એટલું જ નહિ, તા.31 મી જુલાઇ સુધીમાં ગુજરાતમાં કોરોના વેક્સિનેશન 3 કરોડ 32 લાખ 65 હજાર 975 ડોઝ આપવામાં આવ્યા છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં કોરોના વેક્સિનેશનની કામગીરીની સમીક્ષા દરમ્યાન આ વિગતો આપવામાં આવી હતી. રાજ્યમાં 18 વર્ષથી ઉપરની વયના રસીકરણ માટે પાત્રતા ધરાવતા કુલ 4 કરોડ 93 લાખ 20 હજાર 903 લોકોમાંથી 50 ટકા ઉપરાંત એટલે કે 2 કરોડ 53 લાખ 32 હજાર 023 લોકોને અત્યાર સુધીમાં કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ આપી દેવાયો છે અને 79 લાખ 34 હજાર 952 લોકોને બીજો ડોઝ આપવામાં આવેલો છે. સમગ્રતયા, ગુજરાતે તા.31 જુલાઇ સુધીમાં 3 કરોડ 32 લાખ 65 હજાર 975 ડોઝ કોરોના વેક્સિનના આપ્યા છે.

(3:39 pm IST)