Gujarati News

Gujarati News

News of Sunday, 1st August 2021

ગુજરાતમાં 10,312 ગ્રામ પંચાયતની ચૂંટણીની તૈયારી : પૂરતા EVM નહીં હોવાથી બેલેટ પેપરથી ચૂંટણી થશે

ડિસેમ્બર 2021માં 10,312 ગ્રામ પંચાયતની ચૂંટણી: 90,011 સભ્ય અને 10,312 સરપંચ ચૂંટવામાં આવશે

અમદાવાદ : ગુજરાતમાં લાંબા સમય બાદ EVMથી નહીં પરંતુ બેલેટ પેપરથી ચૂંટણી થવાની છે. ચૂંટણી બેલેટ પેપરથી કરવા માટે આયોગે તૈયારી શરૂ કરી છે. 10312 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે આયોગની તૈયારી શરૂ છે. આયોગ પાસે પૂરતા EVM ન હોવાથી બેલેટ પેપરથી ચૂંટણી થશે. 10,312 ગ્રામ પંચાયતમાં 90,011 સભ્ય અને 10,312 સરપંચ ચૂંટવામાં આવશે. ચૂંટણી માટે આયોગે 1.15 લાખ જેટલી મતપેટી તૈયાર કરવાની કામગીરી હાથ ધરી છે.

  ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીને માત્ર 4 મહિનાનો સમય બાકી છે. ડિસેમ્બર 2021માં 10,312 ગ્રામ પંચાયતની ચૂંટણીનું આયોજન થશે. જેને લઈ અત્યારથી તેયારીઓ શરૂ કરાઈ છે. સાથે મનપા, કોર્પોરેશન, નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયત સહિતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તો વોટિંગ મશિનનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ આ વખતની ગ્રામપંચાયતની ચૂંટણીમાં એવું થશે નહીં.

(10:37 am IST)