Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

રાજપીપળા ડેપો પાછળ આવેલી એગ્રિકલ્ચર બેંકમાં ચોર ભરાયાની વાતે પોલીસ દોડી : અંદરથી નીકળ્યું કૂતરું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા એસટી ડેપો પાછળ આવેલી ગુજરાત સ્ટેટ કો. ઓપરેટિવ એગ્રીકલ્ચર બેંક માં આજે વહેલી સવારે લગભગ અઢી વાગે ચોર ગુસી ગયાની વાતે ટાઉન પોલીસ દોડતી થઇ હતી
પ્રાપ્ત માહિતી અનુસાર આજે વહેલી સવારે ડેપો પાછળ આવેલી ગુજરાત સ્ટેટ કો. ઓપરેટિવ એગ્રીકલ્ચર બેંકમાં તાળું તોડતા હોવાનો અવાજ સંભળાતા રાજપીપળા પોલીસ ને જાણ કરતા ટાઉન પોલીસ ત્રણ ગાડીઓ લઈને ત્યાં પહોંચી હતી અને બેંક ફરતે કોર્ડન કર્યા બાદ બેંક નાં અધિકારી ને જાણ કરી ત્યારબાદ અધિકારી એ આવીને તાળું ખોલ્યું તો અંદર થી એક કૂતરું નીકળ્યું હતું આ કૂતરું કોઈક કારણોસર અંદર ફસાઈ ગયું હોવાથી બહાર નિકળવા પ્રયાસ કરતા તાળું તોડતા હોય તેમ લોકોને લાગ્યું અને પોલીસને જાણ કરી હતી. જોકે આ ઘટનામાં ભલે અંદરથી કૂતરું નિકળ્યું પરંતુ આ ઘટના માં ટાઉન પોલીસની સાવચેતી અને સમયસૂચકતા સારી જોવા મળી હતી.

(11:03 pm IST)