Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં માં-બાપથી વિખુટા પડેલા બાળકો પાસે દોડી જઈને આંસુ લૂછતાં ગૃહમંત્રી

હર્ષ સંઘવીએ પોતાના રૂમાલથી રડી રહેલા બાળકોના આંસુ લુંછ્યા અને પોલીસને તેમના માતા-પિતાને શોધવા તાકીદ કરી:પોલીસે વિખુટા પડેલા બાળકોને તત્કાલીન માતા-પિતા સાથે મિલન કરાવ્યું

અમદાવાદમાં ભગવાન જગન્નાથની 145મી રથયાત્રા ચાલી રહી છે. ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળીને ભક્તોને દર્શન આપી રહ્યા છે. રથયાત્રાના મહોત્સવમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા છે. દરમિયાન આ ભીડમાં બે બાળકો અચાનક વિખુટા પડ્યા હોવાનું સામે આવતા તુરંત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી બાળકોની પાસે દોડી આવ્યા અને તેમની મદદ માટે ખડે પગે ઉભા રહી માતા-પિતાને તત્કાલિક શોધી કાઢવા પોલીસને જણાવવામાં આવ્યું છે.

રથયાત્રા શાહપુર વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી તે સમયે રથયાત્રામાં સામેલ હર્ષ સંઘવી સામેલ હતા, ત્યારે અચાનક તેઓએ જાણ્યું કે બે બાળકો ભીડમાં વિખુટા પડ્યા છે. તેઓ તુરંત તેમના વાહન પરથી નીચે ઉતરી બાળકો પાસે પહોંચી ગયા અને ગભરાયેલા બાળકોને હુંફ આપી. તેમણે પોતાના રૂમાલથી રડી રહેલા બાળકોના આંસુ લુંછ્યા અને પોલીસને તેમના માતા-પિતાને શોધવા તાકીદ કરી હતી.

આ ઘટના બાદ તુરંત પોલીસે રથયાત્રાની સુરક્ષા સાથે બાળકોના માતા-પિતાને શોધી કાઢ્યા હતા. અને બાળકો માતા-પિતાને સોંપવામાં આવ્યા હતા. આ ઘટનામાં ગૃહ રાજ્યમંત્રીનો માનવીય ચહેરો જોવા મળ્યો હતો. તેમણે માનવીયતા બતાવી તો અમદાવાદ પોલીસે તત્પરતા બતાવી માતા-પિતાને શોધી હશકારો અનુભવ્યો હતો. હર્ષ સંઘવીએ આ મામલે જણાવ્યું કે, ગુજરાત પોલીસે શાનદાર કામ કર્યું અને વિખુટા પડેલા બાળકોને તત્કાલીન માતા-પિતા સાથે મિલન કરાવ્યું હતું. બાળકોના માતા-પિતા અને નગરજનોએ પોલીસની કામગીરી બદલ આભાર વ્યક્ત કર્યો.

(9:46 pm IST)