Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

અષાઢી બીજે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની જમાવટ: અનરાધાર વરસાદ

સુરત શહેર અને ઉમરપાડામાં 7 ઈંચ, કામરેજમાં 8 ઈંચ અને માંગરોળમાં 6 ઈંચ વરસાદ ખાબક્યો

અષાઢી બીજે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ જમાવટ કરી છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, તાપી, ભરૂચ અને નવસારી જિલ્લામાં વરસાદી માહોલ છવાયો હતો. સૌથી વધુ સુરત શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો. સુરત શહેર અને ઉમરપાડામાં 7 ઈંચ, કામરેજમાં 8 ઈંચ અને માંગરોળમાં 6 ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે કીમ ચાર રસ્તા પર ભારે વરસાદને પગલે પાણી ભરાતા વાહનચાલકો પરેશાન થયા. આ તરફ ભરૂચ, નવસારી અને તાપીમાં પણ મેઘરાજાએ મહેર વરસાવી હતી.

(9:00 pm IST)