Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

આનંદ મંદિર એજ્યુકેશન ટ્રસ્ટ વિરમગામ અષાઢ સુદ બીજે સ્કૂલના સ્થાપના દિન નિમિત્તે ૬૨મી રથયાત્રા કાઢવામાં આવી

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : આનંદ મંદિર એજ્યુકેશન ટ્રસ્ટ વિરમગામ સંચાલિત અષાઢ સુદ બીજ એ સ્કૂલના સ્થાપના દિન નિમિત્તે ૬૨ મી રથયાત્રાનું આયોજન કરવામાં આવેલ હતું.  જેમાં આનંદ પ્રાથમિક અને માધ્યમિક શાળા અને આસ્થા ઈંગ્લિશ સ્કૂલના શાળા અને શિક્ષકોના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ જુદી જુદી થીમ આધારિત ગ્રામ્ય સંસ્કૃતિ, વિવિધ રાજયો નો પહેરવેશ, આદિવાસી સંસ્કૃતિ, ગુજરાતની સંસ્કૃતિનો તહેવાર દાંડિયા અને ગરબા, વિવિધ ધર્મો નો પહેરવેશ, કોરોના જાગૃતિ, ધ્વજ યાત્રા, કળશ યાત્રા, વિવિધ વ્યવસાય કારો, રંગબેરંગી છત્રીઓ, સૂત્રો, બેંડ ગૃપ  સાથેએમ જુદા જુદા પોસ્ટરો અને બેનરો સાથે રથયાત્રાનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ભાગ લીધો હતો. આ રથયાત્રા દરમિયાન ગોલવાડી દરવાજા બહાર આવેલી શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું શાળાના સંચાલક દ્વારા ફૂલહારથી સન્માન કરેલ હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાની મેનેજમેન્ટ ટીમ અને શિક્ષક મિત્રોએ, વિદ્યાર્થીઓ અને વાલીઓ એ ખૂબ સહયોગ આપેલ હતો.

(8:13 pm IST)