Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

અદાણી વિલ્મરે કરી ગૌતમ અદાણીના જન્મદિવસની ખાસ ઉજવણી : 3,60,000 બાળકોને પોષણયુક્ત ભોજન કરાવ્યું

અદાણી વિલ્મર લિમિટેડ અને અક્ષય પાત્ર ફાઉન્ડેશનના સહિયારા સહિયોગથી અમદાવાદ, વડોદરા અને સુરત વિસ્તારની અલગ અલગ મ્યુનિસિપલ શાળાઓમાં વિદ્યાર્થીઓને સ્વાદિષ્ટ ભોજન કરાવ્યું :બાળકોને ખિચડી/પુલાવ, રોટલી/થેપલા અને સુખડી કે ચુરમા જેવી મિઠાઇ અને ચણાની ચાટ કે મસાલા સિંગ જેવો નાસ્તો અપાયો :

અમદાવાદ : ભારતના જાણીતા બિઝનેસમેન ગૌતમ અદાણીની 60મી વર્ષગાંઠ હતી. આ ખાસ દિવસ પર અદાણી સમૂહની કંપની, અદાણી વિલ્મર લિમિટેડે એક ઉમદા સેવાકાર્ય થકી તેમના જન્મદિવસની વિશેષ ઉજવણી કરી. જે અંતર્ગત અદાણી વિલ્મર લિમિટેડે 24 જૂનથી 6 દિવસ માટે દરરોજ 60,000 બાળકોને પોષણયુક્ત ભોજન કરાવ્યું. વધુમાં અદાણી વિલ્મરના કર્મચારીઓએ પણ આ ઉજવણી અંતર્ગત બાળકોને પોતાના હાથથી ભોજન પીરસ્યું. અદાણી વિલ્મર લિમિટેડ અને અક્ષય પાત્ર ફાઉન્ડેશનના સહિયારા સહિયોગથી અમદાવાદ, વડોદરા અને સુરત વિસ્તારની અલગ અલગ મ્યુનિસિપલ શાળાઓમાં વિદ્યાર્થીઓને સ્વાદિષ્ટ ભોજન આપવામાં આવ્યું.  
આ ઉજવણી કાર્યક્રમમાં બાળકોને ખિચડી/પુલાવ, રોટલી/થેપલા અને સુખડી કે ચુરમા જેવી મિઠાઇ અને ચણાની ચાટ કે મસાલા સિંગ જેવો નાસ્તો આપવામાં આવ્યો હતો. અક્ષણ પાત્ર ફાઉન્ડેશન દ્વારા આ ભોજન કાર્યક્રમ માટે અલગ અલગ જગ્યાઓ માટે ભોજનની વ્યવસ્થા પૂરી પાડવામાં આવી હતી.
આ અંગે અદાણી વિલ્મર લિ.ના CEO અને એમ.ડી. અંગશુ મલ્લિકે જણાવ્યું કે “અદાણી વિલ્મરે,  ગૌતમ અદાણીના 60માં જન્મદિવસની ઉજવણી પર 6 દિવસ માટે રોજ 60,000 બાળકોને ભોજન જમાડીને અમે ખુશી અનુભવી રહ્યા છીએ. સાથે જ અમને ખુશી છે કે અમે આ કાર્ય અંતર્ગત અક્ષય પાત્ર ફાઉન્ડેશન સાથે જોડાયા, જેમણે અમને વિવિધ સ્થળો પર બાળકો સુધી ભોજન પહોંચાડવા મદદ કરી. આ સિવાય અમારા કર્માચારીઓએ પણ પોતાનો સમય આપી આ ઉમદા કાર્યમાં પોતાનું યોગદાન આપ્યું છે.”
ઉલ્લેખનીય આ ઉજવણી દ્વારા 6 દિવસના અંતે કુલ 3,60,000 બાળકોને પોષણયુક્ત ભોજન આપવામાં આવ્યું. અને આ દ્વારા બિઝનેસમેન ગૌતમ અદાણીના 60 વર્ષગાંઠની ખાસ ઉજવણી કરવામાં આવી.

(7:32 pm IST)