Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

વડોદરા:સયાજીગંજ વિસ્તારમાં પોલીસે ઓચિંતાના દરોડા પાડી બે લાખની મતા સાથે બે શકુનિઓની ધરપકડ કરી

વડોદરા: પોલીસ દ્વારા દારૂ-જુગાર તેમજ અન્ય અસામાજિક પ્રવૃત્તિઓ આચરતા તત્વો સામે પાસાનું શાસ્ત્ર ઉગમવામાં આવ્યું છે. વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં તાજેતરમાં રૂપ બે લાખની માતા સાથે પોલીસે જુગારનો કેસ કર્યો હતો.જેમાં અગાઉ પણ જુગાર રમતા પકડાઈ ચૂકેલા બે જુગારીયાઓની પાસા હેઠળ અટકાયત કરવામાં આવી છે. સયાજીગંજ પોલીસે જુગાર રમતા પકડાયેલા સંજય ઉર્ફે સંજુ દિલીપભાઈ નવલાણી (સંત કવર કોલોની વારસિયા) ને પાસા હેઠળ જામનગર જેલમાં મોકલી આપ્યો છે. જ્યારે પંકજ લક્ષ્મણભાઈ માહોર (બસંતી નિવાસ, સંપતરાવ કોલોની, જેતલપુર) ને ભાવનગર જેલમાં મોકલી આપ્યો છે.

(5:58 pm IST)