Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

વડોદરાના અટલાદરા વિસ્તારમાં પૈસાની લેતી દેતી મામલે પિતા-પુત્રે ધારિયાથી હુમલો કરતા પોલીસ ફરિયાદ

વડોદરા: અટલાદરામાં પૈસાની લેતી દેતીના મુદ્દે પિતા  પુત્રે ધારિયાથી હુમલો કર્યો હતો.જે અંગે માંજલપુર પોલીસે ગુનો દાખલ કર્યો છે.જ્યારે ઇજાગ્રસ્તને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

અટલાદરા પ્રમુખ સ્વામી કુટિર  સોસાયટીમાં રહેતા મનિષ ભાઇલાલભાઇ તડવી મેક્શન કંપની ઓ.પી.રોડ ખાતે નોકરી કરે છે.માંજલપુર  પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધી જણાવ્યું છે કે, મારા પિતા ભાઇલાલભાઇ કંચનભાઇ તડવીએ મારી સોસાયટીમાં રહેતા મનુભાઇ પરમારને હાથ ઉછીના રૃપિયા આપ્યા હતા.તે મારી માતા શારદાબેનને ગમતું ન હોઇ તેઓ વચ્ચે રોજ બોલાચાલી થતી હતી.ગત તા.૨૮ મી જૂને રાતે સાડા આઠ વાગ્યે મારા ઘરની સામે રહેતા મનુભાઇ  પરમાર તેમના હાથમાં લોખંડની  પાઇપ  અને તેમનો પુત્ર સતિષ ધારિયું લઇને મારા ઘરની સામે આવ્યા હતા.તેણે મને જણાવ્યું હતું  કે,તારા પપ્પાએ અમને પૈસા આપ્યા છે.તેઓ અમને ગાળો કેમ બોલે છે ?પતા પુત્ર મને ગાળો બોલવા લાગ્યા હતા.અને જાતિ અપમાનિત શબ્દો કહીને હુમલો કર્યો હતો.મનુભાઇએ પાઇપ વડે મને માથામાં ઇજા પહોંચાડી હતી.જ્યારે સતિષે ધારિયાથી હુમલો કર્યો હતો.પરંતુ, મારી માતાએ ધારિયું પકડી લેતા તેઓને હાથમાં સામાન્ય ઇજા થઇ હતી.માંજલપુર પોલીસે ગુનો દાખલ કરી પિતા  પુત્ર સામે કાર્યવાહી હાથ ધરી છે.

(5:57 pm IST)