Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

મહેમદાવાદ તાલુકાના નેનપુર રોહિત વાસમાં કેરિયર ખતમ કરી નાખવાની ધમકી આપનાર પાડોશી દંપતી વિરુદ્ધ ગુનો દાખલ

મહેમદાવાદ: તાલુકાના નેનપુર રોહિત વાસના રસ્તા પર કચરો સળગાવતા ધુમાડો આવવાના મુદ્દે દંપતિએ યુવકને ગડદા પાટુ માર મારી બંને દીકરાની કેરીયર ખતમ કરી નાખવાની ધમકી આપ્યાના બનાવ અંગે મહેમદાવાદ પોલીસમાં ફરિયાદ નોંધાવાઇ છે. નેનપુરમાં રહેતા અરુણાબેન વિનોદભાઈ પરમારનો દીકરો દર્શન તા.૨૮ મીની રાત્રે ગામમાં આટો મારવા જતો હતો ત્યારે પાડોશમાં રહેતા મનુભાઈ  વાઘેલાએ દર્શનને સામા મળ્યા હતા ત્યારે અઠવાડિયા અગાઉ મનુભાઈ અને તેમની પત્ની સપનાબેન ઘર નજીક પડેલ કચરો સળગાવતા ધુમાડો અરુણાબેનના ધર બાજુ આવતો હોઇ તેમણે પાણી નાખી ઓલવી દીધા બાબતને લઈને ઝઘડો કર્યો હતો. તેની અદાવત રાખી મનુભાઈએ દર્શનને ગાળો બોલી ગડદા પાટુ માર માર્યો હતો. જ્યારે તેમની પત્ની સપનાબેન દર્શનને મારવા જતા અરુણાબેન છોડાવવા દોડી આવ્યા હતા. તેમજ બૂમાબૂમ થતાં અન્ય લોકો આવી જતા મનુભાઈ વાઘેલા અને સપનાબેને તમામ સામે ફરિયાદ આપી પુરાવી નાખવાની ધમકી આપી, મારો બાપ વકીલ છે તારા બંને દીકરા ભણેલા છે તેમને સરકારી નોકરી કેમની અપાવીશ તેમનું કેરિયર બગાડી નાખીશ તેવી ધમકી આપી નાશી ગયા હતા.

(5:55 pm IST)