Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

ગુજરાતી ભાષાના ગઝલના છંદ તપાસતી એપ બનાવી

એપ દ્વારા ગઝલનો ઇતિહાસ અને ગઝલના છંદની પૂરક માહિતી મળી રહેશે

વડોદરા,તા. ૧ : કવિ અને શિક્ષક દ્વારા ગુજરાતી ભાષાની સૌપ્રથમ ગઝલના ઇતિહાસ અને છંદ તપાસતી એન્‍ડ્રોઇડ એપ્‍લિકેશન બનાવવામાં આવી છે. અને જેનો ઉપયોગ દરેક વ્‍યકિતઓ લઇ શકશે. આ સાથે ગુજરાતી ભાષાના વ્‍યાકરણ વિશે દરેક વ્‍યકિતઓ માહિતી મેળવી શકે તેવા ઉદ્દેશ સાથે આ એપ્‍લિકેશન બનાવવામાં આવી છે.

ગઝલ છંદ તપાસતી સૌપ્રથમ એન્‍ડ્રોઇડ એપનું ચારૂસેટના વિદ્યાર્થી અને અધ્‍યાપક દ્વારા આર્ટિફિશ્‍યલ ઇન્‍ટેલિજન્‍સ અને નેચરલ લેન્‍ગ્‍વેજ પ્રોસેસિંગના કોન્‍સેપ્‍ટના પાયથન લેન્‍ગ્‍વેજ સાથે ઉપયોગ કરસ ગુજરાતી ભાષાની સૌપ્રથમ ગઝલના છંદ તપાસી આપતી એન્‍ડ્રોઇડ એપ્‍લિકેશન વડોદરામાં વસતા દેવાંગ પટેલ, કૃણાલ પારેખ અને મેહુઇ મીનતે, ડીપાર્ટમેન્‍ટ ઓફ કોમ્‍પ્‍યુટર સાયન્‍સ એન્‍ડ એન્‍જિનિયરિંગના અધ્‍યાપક બ્રિજેશ પંચાલ અને માહિની દરજીના માર્ગદર્શનમાં બનાવી છે. જેનો લાભ ગુજરાતી ભાષામાં કામ કરતા લોકો વિનામૂલ્‍યે કરી શકશે.

આ એપ ગઝલનો ઇતિહાસ અને ગઝલના છંદની પૂરક માહિતી પુરી પાડે છે. એક ટેક્‍સ બોક્ષ ગુજરાતીમાં દર્શાવતી પંકિત, કયાં છંદની નજીક છે તે જણાવે છે. ઉદાહરણ તરીકે ‘વાહ બોલે પહેલા પછી થાય છે.' તો આઉટપુટમાં દર્શાવશે કે આ પંકિત ‘મુતદારિક' છંદની નજીક છે. જેનું બંધારણ છે. ‘ગાલગા ગાલગા ગાલગા ગાલગા' એટલે એની એક્‍યુરેસી ૧૦૦ ટકાથી નજીક ૬૦ થી ૭૦માં હશે. કવિને જાણ થશે એમને સુઝેલી પંકિત ‘મુતદારિક' છંદમાં છે. હવે ખાલી કવિને એની પંકિત તપાસી એને સો ટકા શુધ્‍ધ કરવાની જરૂર છે.

આ એપ્‍લિકેશનમાં ગુજરાતી ભાષાના તજજ્ઞો દ્વારા થોડા સવાલ પણ ઉભા કર્યા છે. જેને રિસર્ચ ગેપ ગણાવી આગામી સમયમાં વધુ એક્‍યુરસી સાથે લોકો સમક્ષ મુકવાની વાત ચાલી રહી છે. 

(10:19 am IST)