Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા વિશ્વ પાટીદાર મહાસંઘની રચવાની જાહેરાત: અમદાવાદની બેઠકમાં લેવાયો મોટો નિર્ણય

પાટીદાર બ્રાન્ડને વૈશ્વિક સ્તરે લઈ જવા માટે ગુજરાતના બે શક્તિશાળી પાટીદાર સંગઠનોના નેતાઓએ બેઠક યોજીને વર્લ્ડ પાટીદાર ફેડરેશનની રચના કરવાની જાહેરાત કરી

અમદાવાદ : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે જેના પગલે સત્તા પક્ષ ભાજપ સહિત તમામ પક્ષઓ ચૂંટણીઓ જીતવા કમર કસી છે આ સ્થિતિ વચ્ચે ચૂંટણી પહેલા પાટીદાર બ્રાન્ડને વૈશ્વિક સ્તરે લઈ જવા માટે ગુજરાતના બે શક્તિશાળી પાટીદાર સંગઠનોના નેતાઓએ બેઠક યોજીને વર્લ્ડ પાટીદાર ફેડરેશનની રચના કરવાની જાહેરાત કરી હતી. લેઉવા અને કડવાને બદલે હવે પટેલ સમાજ પાટીદારના રૂપમાં પોતાની ઓળખ બનાવશે.

ખોડલધામના પ્રણેતા નરેશભાઈ  પટેલ અને ઉમિયાધામના ટ્રસ્ટી અને નેશનલ ફેડરેશન ઓફ ઈન્ડિયન અમેરિકન એસોસિએશનના પ્રમુખ સીકે પટેલ સહિત પાટીદાર સમાજના ઘણા આગેવાનોએ આજે અમદાવાદના ઉમિયાધામ ખાતે બેઠક યોજી હતી અને કડવા અને લેઉવાને બદલે પટેલ સમુદાયને પાટીદાર તરીકે ઓળખવા પર ભાર મૂક્યો હતો

 . ગુજરાતથી લઈને વિશ્વના વિવિધ દેશોમાં જઈને પટેલ સમાજના વિવિધ સંગઠનોને વિશ્વ પાટીદાર મહાસંઘના બેનર હેઠળ આવવા અપીલ કરવામાં આવશે. સી.કે.પટેલ લગભગ દોઢ દાયકા પહેલા કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી ચૂક્યા છે.

નોંધનીય છે કે રાજ્યમાં પ્રથમ વખત ભાજપની સરકાર રચાતા કેશુભાઈ પટેલે રાજ્યની કમાન સંભાળતાની સાથે જ પાટીદાર સમાજને સક્ષમ નેતૃત્વ પણ આપ્યું હતું. તેમના પહેલા ચીમનભાઈ પટેલ જેવા દિગ્ગજોએ પણ બિન-ભાજપ સરકારોનું નેતૃત્વ કર્યું હતું. કેશુભાઈ બાદ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નરહરિ અમીન, સૌરભ પટેલ, કૌશિક પટેલ, વિઠ્ઠલ રાદડિયા, નારણભાઈ પટેલ, બાબુ જમુનાદાસ પટેલ સહિત ભારતીય જનતા પાર્ટી દ્વારા સમાજમાં- સરકારમાં એક અલગ પ્રતિષ્ઠા બનાવી છે.

(11:53 pm IST)