Gujarati News

Gujarati News

News of Wednesday, 31st May 2023

સુરતના હત્યાના ગુનામાં સંડોવાયેલો ફરાર આરોપી 10 વર્ષ બાદ છતીસગઢથી ઝડપાયો

આરોપી શહેરના ટોપ 16 વોન્ટેડ આરોપી પૈકીનો એક:તેને પકડવા પર સુરત પોલીસ કમિશ્નર દ્વારા 20 હજારનું ઇનામ પણ જાહેર કર્યું હતું

સુરત : ક્રાઇમ સિટી બનેલું સુરત શહેર જેમાં એક બાદ એક ગુનાઓ સામે આવી રહ્યા છે. આ વચ્ચે સુરત પોલીસે 2013માં બનેલી ઘટનામાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો છે. સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે બાતમીના આધારે છતીસગઢથી આરોપી સંજય ઉર્ફે સૌરભ યદુવંશી જયકરણ યાદવને ઝડપી પાડ્યો છે.

પકડાયેલા આરોપી સામે સચિન જીઆઈડીસી પોલીસ મથકમાં વર્ષ 2013માં હત્યાનો ગુનો નોંધાયો હતો અને ત્યારથી તે ફરાર હતો. આરોપી 10 વર્ષ બાદ પકડાયો છે. વધુમાં આરોપી શહેરના ટોપ 16 વોન્ટેડ આરોપી પૈકીનો એક હતો તેમજ તેને પકડવા પર સુરત પોલીસ કમિશ્નર દ્વારા 20 હજારનું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું.

(12:10 am IST)