Gujarati News

Gujarati News

News of Friday, 31st March 2023

પ્રવિણા ડી.કે બન્યા અમદાવાદના કલેક્ટર

રાજ્યના વહીવટી તંત્રમાં મોટા ફેરફારો : ૧૦૯ IASની બદલી

મુકેશ પુરીને ACS હોમ, એ.કે.રાકેશ ક્રૃષિ વિભાગના ACS, કમલ દાયાણીને GADનો ચાર્જ સોંપાયો

ગાંધીનગર,  ગુજરાતમાં આઇએએસ અને આઇપીએસની બદલીઓ ક્યારે આવશે એની ચર્ચા અને ઇંતેજારી પૂરી થઇ ગઇ છે. રાજ્યમાં મોટાપાયે IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. ૧૦૯ જેટલા અધિકારીઓની બદલી થઈ છે. જેમાં એકે રાકેશ, કમલ દયાની, અરૂણ સોલંકી, મુકેશકુમાર, રમેશચંદ્ર મીણા, મોહમ્મદશાહીદ, સંજીવ કુમાર, રૂપવંત સિંગ મનીષાચંદ્રા, બચ્છાનીધી પાની, હર્ષદ પટેલ, આલોક પાંડે સહિત અનેક સિનિયર અધિકારીઓની બદલી કરવામાં આવી છે. તો પ્રવિણા ડી.કેને અમદાવાદ કલેક્ટર બનાવાયા છે. એક ચર્ચા હતી કે બજેટ સેશન પૂરુ થયા પછી ફરી એકવાર બદલીઓનો ગંજીપો ચીપાશે ત્યારે આજે રાજ્યમાં ૧૦૯ જેટલા અધિકારીઓની બદલી થઈ છે. ટોચના સૂત્રોનુ માનીએ તો IPS ની બદલીઓ હજુ ૬-૮ મહિનાઓ સુધી નથી. રાજ્યના ૧૦૯ IASની બદલી કરવામાં આવી છે. જેમાં ૧૦ IAS અધિકારીને પ્રમોશન અપાયા છે. જેમાં મુકેશ પુરીને ACS હોમ, એ.કે.રાકેશ ક્રૃષિ વિભાગના ACS, કમલ દાયાણીને GADનો ચાર્જ સોંપાયો, અરુણ સોલંકીની વેરહાઉસિંગ કોર્પો.ના MD તરીકે બદલી, પ્રવિણા ડી.કે. અમદાવાદના નવા કલેક્ટર બન્યા, મુકેશ કુમારને ઉચ્ચ શિક્ષણ વિભાગના મુખ્ય અગ્ર સચિવ બનાવાયા છે, રમેશ મીણાને પુરવઠા વિભાગના અગ્ર મુખ્ય સચિવ બનાવાયા છે, મોહમ્મદ શાહીદ સ્પીપાના ડાયરેક્ટર બનાવાયા છે, એસ.જે.હૈદરને ખાણ અને ખનીજ વભાગના ACS બનાવાયા છે, સંજીવ કુમારને વન અને પર્યાવરણ વિભાગનો ચાર્જ સોંપાયો છે. મિલિન્દ તોરવણેને પેટ્રોલિયમ કોર્પો.ના MD બનાવાયા છે, રાહુલ ગુપ્તાની ઇન્ડસ્ટ્રીયલ કમિશનર તરીકે નિમણૂંક કરાઇ છે. વિધાનસભાનું બજેટ સત્ર પૂર્ણ થયા પછી એપ્રિલ મહિનામાં અધિકારીઓને પ્રમોશન મળે તેવી શકયતા હતી પરંતુ માર્ચ મહિનાના છેલ્લા દિવસે જ ૧૦૯ જેટલા અધિકારીઓની બદલી થઈ છે. મુકેશ પુરીને ગૃહ વિભાગના ACS બનાવવા આવ્યા છે. પ્રવિણા ડી.કેને અમદાવાદ કલેક્ટર બનાવાયા છે. ઉલ્લેખનિય છે કે, ગત શુક્રવારે મોડી સાંજે સીએમ ભૂપેન્દ્ર પટેલે ટ્રાન્સફર્સને લગતી આખરી ફાઇલો પર પોતાની મહોર લગાવી હતી. સૂત્રોનું માનીએ તો એપ્રિલના પ્રથમ સપ્તાહમાં જ આઇએએસ કેડરમાં ધરખમ ફેરફારોની થવાની સંભાવના છે. સૂત્રોનું માનીએ તો રાજ્યના વહીવટી તંત્રમાં ધરમૂળથી પરિવર્તન આવે એ પ્રકારે આ વખતે બદલીઓનું લિસ્ટ રેડી કરાયુ છે. આ નિમણુંકોના પરિણામે રાજ્યના વહીવટી તંત્રમાં અકલ્પનિય પરિવર્તનો આવશે. સૂત્રો અનુસાર, એક સમયે એમ જણાતું હતુ કે માત્ર આઇએએસ કેડરમાં જ પ્રમોશન્સ અને બદલીઓ આવશે પરંતુ જે પ્રકારે જેલમાં રેઇડનો સિલસિલો ચાલ્યો છે તે જોતાં ટૂંક સમયમાં જ ફરી આઇપીએસની બદલીઓનો ગંજીપો પણ ચીપાશે. નિષ્ઠાવાનને ટોચે બેસાડાશે, અને કરપ્ટવને સાઇડલાઇન કરાશે.

 

IAS અધિકારીઓની બદલી

*   ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનર સંદીપ સાગલેની બદલી

*   સંદીપ સાગલે ઈન્ડસ્ટ્રી કમિશનર બન્યા

*   વડોદરાના મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીની બદલી

*   મુકેશ પુરી ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ બનાવાયા

*   મુકેશ પૂરી નર્મદા સરોવર વિભાગના એમડી તરીકે રહેશે કાર્યરત

*   કમલ દયાણી વહીવટી વિભાગનો વધારાનો ચાર્દ સંભાળશે

*   એસ જે હૈદરને ઉદ્યોગો અને માઈંસ વિભાગના અધિક મુખ્ય સચિવ

*   અમદાવાદના કલેક્ટર પ્રવિણા ડી કે બન્યા

*   અમદાવાદના કલેક્ટર ધવલ પટેલની બદલી કરાઈ છે.

*   રાજકોટના કલેક્ટર અરૂણ મહેશ બાબુની UGVCLના MD તરીકે બદલી

*   રાજકોટ PGVCLના નવા MD તરીકે એમ.જે દવેને જવાબદારી સોંપાઈ

*   પ્રભોવ જોશી રાજકોટના નવા કલેક્ટર બન્યા

*   વરુણ કુમાર બરનવાલ બનાસકાંઠા (પાલનપુર) કલેકટર

*   એ.કે.રાકેશ ACS કૃષિ વિભાગની જવાબદારી સોંપાઇ

*   મુકેશ પુરી સરદાર સરોવર નર્મદા નિગમના MD તરીકે વધારાનો ચાર્જ સંભાળશે અને  અધિક મુખ્ય સચિવ મુકેશ પુરીને ગૃહ વિભાગની જવાબદારી સોંપાઇ છે.

*   ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનર સંદીપ સાગલેની બદલી

*   સંદીપ સાગલે ઈન્ડસ્ટ્રી કમિશનર બન્યા

*   વડોદરાના મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીની બદલી

*   અમદાવાદ કલેક્ટર ધવલ પટેલની બદલી

*   ધવલ પટેલને જીઓલોજી એન્ડ માઈનિંગમાં મુકાયા

*   પોરબંદરના કલેક્ટરની દ્વારકા કલેક્ટર તરીકે બદલી

*   પ્રવીણા ડી.કે. અમદાવાદના નવા કલેક્ટર

*   અજય દહિયા અમરેલીના નવા કલેક્ટર

*   મિહિર પટેલ અમદાવાદના નવા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર

*   ડો. વિપીન ગર્ગ તાપી વ્યારાના નવા કલેક્ટર

*   એમ.કે.દવે અમદાવાદના નવા DDO

*   પી.આર.રાણાની DRDA ખેડાથી શિક્ષણ વિભાગમાં બદલી

*   વરૂણ બરનવાલ બનાસકાંઠાના નવા કલેક્ટર

*   પ્રભાવ જોશી રાજકોટના નવા કલેક્ટર

*   પ્રશસ્તિ પરીખ અરવલ્લીના નવા કલેક્ટર

*   જીન્સી રોય બોટાદના નવા કલેક્ટર

*   આશિષ કુમાર પંચમહાલના નવા કલેક્ટર

*   અરવિંદ વી. પાટણના નવા કલેક્ટર

*   એમ.જે.દવે PGVCLના નવા MD

*   જે.એસ. પ્રજાપતિ વુડાના નવા CEO

*   સૌરભ પારઘી ટુરિઝમના નવા MD

*   સુજલ મયાત્રાની સચિવાલયમાં બદલી

*   કે.ડી.લાખાણી પોરબંદરના નવા કલેક્ટર

*   હરજી વઢવાણિયા ગીર સોમનાથના નવા કલેક્ટર

*   અમિત અરોરા કચ્છના નવા કલેક્ટર

*   સુરપ્રીતસિંહ ગુલાટીને આદિવાસી વિકાસનો વધારાનો ચાર્જ

*   હિતેશ કોયાને ગાંધીનગરના કલેકટર બન્યા

*   એ. એમ. શર્મા દેવભૂમિ દ્વારકાના કલેકટર બન્યા

*   પ્રવીણા ડીકે અમદાવાદના કલેકટર બન્યા

*   બી. એ. શાહ જામનગરના નવા કલેક્ટર બન્યા

*   એમ. આઈ. પટેલ ડાંગના નવા કલેકટર બન્યા

*   ડી. એચ. શાહને ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીના MD બન્યા

*   આનંદ પટેલ રાજકોટના મ્યુનિ. કમિશનર બન્યા

*   નરેન્દ્ર મીણાને GIDCના જોઈન્ટ MD બન્યા

*   બી. જી પ્રજાપતિને ઊર્જા અને પેટ્રોકેમિકલ વધારાના સચિવ

*   બી. ડી. કાપડિયાને સુરતમાં થઈ બદલી

*   ટી. વાય. ભટ્ટ ગુજરાત ઈન્ફોર્મેશનના નવા MD બન્યા

*   અજય પ્રકાશ GEDAના નવા ડિરેક્ટર

*   સૌરભ પારધીને પ્રવાસન વિભાગના નવા MD બન્યા

*   સુજલ માયત્રાને મહેસૂલ વિભાગના સંયુક્ત સચિવ

*   કે. ડી. લાખાણી પોરબંદરના કલેકટર બન્યા

*   હરજીવન વઢવાણિયાને ગીર સોમનાથના કલેકટર

*   અમિત અરોરા કચ્છના કલેકટર બન્યા

(12:31 am IST)