Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

સુરતના ડુમમ્સ રોડ નજીક જમીન દલાલે મિત્ર પાસેથી ઉછીની કાર લઇ ફાઇનાન્સર પાસે ગીરવે મુકનાર વિરુદ્ધ ગુનો દાખલ

સુરત: ડુમ્મસ રોડ સ્થિત નવા મગદલ્લા ગામના ખેડવાય સ્ટ્રીટમાં રહેતા જમીન-મકાન દલાલ કાર્તીક રતિલાલ પટેલ (ઉ.વ. 27) એ માર્ચ 2020માં બહેનની પ્રેગ્નેન્સીના ખર્ચ માટે મિત્ર નિકુંજ હરીશ પટેલ (રહે. બેંક ઓફ બરોડાની સામે, ઓવારાની બાજુમાં, રૂંઢ મગદલ્લા) પાસેથી 1 લાખ રૂપિયા ઉછીના લીધા હતા. દરમિયાનમાં કાર્તીકની હુન્ડાઇ આઇ 20 કાર નં. જીજે-5 આરડી-9830 નિકુંજે કામના બહાને માંગી હતી. જેથી કાર્તીકે તેના પિતા સાથે વાતચીત કર્યા બાદ કાર અને તેની આરસી બુક નિકુંજને આપી હતી. પરંતુ બે-ત્રણ દિવસ સુધી નિકુંજે કાર પરત નહીં આપતા કાર્તીકે ઉમરા પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. અરજીની તપાસ અંતર્ગત કાર્તીકે ઉછીના લીધેલા 1 લાખ રૂપિયા પરત આપશે ત્યાર બાદ કાર નિકુંજ કાર પરત આપશે તેમ જણાવતા અરજી દફતરે કરી દેવામાં આવી હતી. દરમિયાનમાં કાર્તીકે નવેમ્બર 2020માં 1 લાખ રૂપિયા નિકુંજને પરત આપી દઇ પોતાની કારની માંગણી કરી હતી. પરંતુ નિકુંજે વાયદા કર્યા હતા. બીજી તરફ કાર્તીકને જાણવા મળ્યું હતું કે નિકુંજે આઇ 20 કાર પાંડેસરાના વિજય ભરવાડ અને રઘુ ભરવાડ પાસે ગીરવે મુકી રૂા. 2.50 લાખ લીધા છે. આ મુદ્દે કાર્તીકે નિકુંજને જણાવતા તેણે ધમકી આપી હતી કે મારા ઘરે કાર માંગવા આવતો નહીં અને હવે આવીશ તો ગામમાં રહેવા દઇશ નહીં એવી ધમકી આપી હતી. જેને પગલે કાર્તીકે નિકુંજ વિરૂધ્ધ ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.

(5:28 pm IST)