Gujarati News

Gujarati News

News of Monday, 1st January 2018

ગુજરાતભરમાં કાતિલ ઠંડીનુ મોજુ , નલિયામાં પારો ૪.૮

અમદાવાદમાં પણ પારો ગબડીને ૧૦.૮ ડિગ્રીઃ સોરાષ્ટ્ર અને કચ્છમાં પણ લોકોને તીવ્ર ઠંડીનો અનુભવ થયો : અમદાવાદમાં ઠંડીના પ્રમાણમાં વધુ વધારો રહેશે

અમદાવાદ, તા.૧, દેશના ઉત્તરભારતના અનેક વિસ્તારોમાં શીતલહેરની સાથે રાજયમાં પણ ઉત્તરપૂર્વની તરફ વહેતા થયેલા ઠંડા પવનોની અસરની વચ્ચે રાજયના વાતાવરણમાં છેલ્લા બે દિવસથી નોંધપાત્ર ફેરફાર થવા પામ્યો છે.રાજયમાં શીતલહેર ફરી વળવાની સાથે કચ્છના નલિયામાં આજે લઘુત્તમ તાપમાન ૪.૮ ડિગ્રી સેલ્સીયસ નોંધાતા નલિયા રાજયનું ઠંડુગાર કેન્દ્ર બનવા પામ્યુ હતુ. અમદાવાદમાં ઠંડીના પ્રમાણમાં વધુ વધારો થવાના સંકેત દેખાઇ રહ્યા છે. રાજ્યમાં એકાએક કાતિલ ઠંડીના કારણે લોકો પરેશાન થયા છે. સૌરાષ્ટ્ર અને કચ્છના જુદા જુદા ભાગોમાં પણ લોકો વ્યાપક ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. આ ઉપરાંત રાજયમાં ડીસા ખાતે લઘુત્તમ તાપમાન ૯.૧ ડિગ્રી સેલ્સિયસ નોંધાવા પામ્યુ હતુ.રાજયના અનેક વિસ્તારોમાં શીતલહેરની વચ્ચે લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાતા રાજયના લોકો ઠંડીમાં ઠુઠવાયા હતા.રાજયના હવામાન વિભાગ દ્વારા કરવામા આવેલી આગાહી પ્રમાણે રાજયમાં આગામી બેથી ત્રણ દિવસ સુધી લઘુત્તમ તાપમાનમાં કોઈ નોંધપાત્ર ફેરફાર જોવા મળશે નહીં એનો અર્થ એ થશે કે હજુ આવનારા બેથી ત્રણ દિવસ સુધી રાજયમાં ઠંડીનો ચમકારો અનુભવાશે.રાજયના અલગ અલગ શહેરોના તાપમાન અંગે મળેલી વિગતોમા આજે નલિયામાં લઘુત્તમ તાપમાન ૪.૮ ડિગ્રી સેલ્સિયસ નોંધાવા પામ્યુ હતુ જ્યારે ડીસા ખાતે લઘુત્તમ તાપમાન ૯.૧ ડિગ્રી સેલ્સિયસ નોંધાવા પામ્યુ હતુ.રાજયમાં અમદાવાદ શહેરની જો વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં પણ વહેલી સવારે અને રાત્રીના સુમારે લોકો ઠંડીનો અનુભવ કરી રહ્યા છે.અમદાવાદ શહેરમાં લઘુત્તમ તાપમાન ૧૦.૮ ડિગ્રી સેલ્સીયસ નોંધાવા પામ્યુ હતુ.રાજયમાં કંડલા એરપોર્ટ ખાતે લઘુત્તમ તાપમાન ૯.૮ ડિગ્રી સેલ્સિયસ નોંધાવા પામ્યુ હતુ.

રાજયના હવામાન વિભાગ દ્વારા કરવામા આવેલી આગાહી પ્રમાણે રાજયના લઘુત્તમ તાપમાનમા આગામી બેથી ત્રણ દિવસ સુધી કોઈ નોંધપાત્ર ફેરફાર થવાની સંભાવના નથી આમ આગામી બેથી ત્રણ દિવસ સુધી રાજયમા અનેક શહેરોમા ઠંડીનો ચમકારો અનુભવાશે.આજે પાટનગર ગાંધીનગરમાં ૧૦, વલસાડમાં ૧૦.૧, પોરબંદરમાં ૧૨.૩, રાજકોટમાં ૧૧.૫, સુરેન્દ્રનગરમાં ૧૨.૮, મહુઆમાં ૧૨.૩, ભુજમાં ૧૧ અને કંડલા પોર્ટ ખાતે પારો ૧૧.૫ રહ્યો હતો.

(9:40 pm IST)