ધંધા પાણી
News of Thursday, 18th January 2018

કાચાતેલની સપ્લાઇ સવા ચાર લાખ બેરલ ઘટીઃમેરીચ લીચે ભાવનો અંદાજ વધાર્યો

બ્રેન્ટનો ભાવ ૫૬ ડોલરથી વધારી ૬૪ ડોલર કરાયો

રાજકોટ, તા.૧૮ : ક્રૂડના ભાવમાં તેજી જોવાઈ રહી છે. હાલમાં ક્રૂડના ભાવ છેલ્લા ૪૦ મહિનાની ટોચની સપાટીએ પહોંચ્યા છે. જોકે કાચા તેલમાં ઉપરી સ્તરેથી દબાણ દેખાઈ રહ્યું છે, જોકે બ્રેન્ટની કિંમત ૭૦ ડૉલરની ઉપર પહોંચી ગઈ છે. જયારે WTI ક્રૂડમાં સાડા ૬૪ ડૉલરની ઉપર કારોબાર થઈ રહ્યો છે.

દરમિયાન બેન્ક ઓફ અમેરિકા મેરિલ લિચે કાચાતેલ પર અનુમાન વધારી દીધુ છે. બેન્કે આ વર્ષે બ્રેન્ટનો ભાવ પહેલાના ૫૬ ડૉલરથી વધારી ૬૪ ડૉલર કર્યું છે. જયારે WTIના ભાવ ૫૨ ડૉલરથી વધારી ૬૦ ડૉલર કરી દીધું છે.

બેન્કનું માનવું છે કે, આ વર્ષે સપ્લાઈમાં લગભગ સવા ચાર લાખ બેરલનો ઘટાડો જોવા મળી રહ્યો છે. જોકે સ્થાનિક બજારમાં કાચા તેલમાં થોડું દબાણ દેખાઈ રહ્યું છે.

(9:44 am IST)