ધંધા પાણી
News of Tuesday, 16th January 2018

સરકારે ડ્યુટી વધારતા ડિસે.માં ખાદ્યતેલની આયાત ૧૩ ટકા ઘટીને ૧૧ મહિનાના તળિયે

રાજકોટ, તા.૧૬ : કેન્દ્ર સરકાર દ્વારા નવેમ્બર માસમાં ખાદ્યતેલની આયાત ડ્યુટી વધારવાના નિર્ણયને કારણે ડિસેમ્બરમાં ખાદ્યતેલની આયાત ૧૩ ટકા ઘટીને ૧૧ મહિનાની તળિયે સરકી છે. જેમાં સોયાતેલ અને રીફાઇન્ડ પામતેલની આયાતમાં મોટો દ્યટાડો નોંધાયો છે.

સોલવન્ટ એકસટ્રેકટર્સ એસો. ઓફ ઇન્ડિયા (સી)ના આંકડા મુજબ ડિસેમ્બરમાં ખાદ્યતેલની આયાત ૧૦.૫૮ લાખ ટન થઇ છે. જે અગાઉના મહિને ૧૨.૨૫ લાખ ટન થઇ હતી. જયારે ગયા વર્ષે ડિસેમ્બરમાં ખાદ્યતેલની આયાત ૧૧.૭૪ લાખ ટન થઇ હતી. આમ આગલા માસની તુલાનાએ આયાતમાં ૧૩ ટકા અને ગતવર્ષેની તુલનાએ આયાતમાં ૧૦ ટકાનો ઘટાડો થયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે નવેમ્બરમાં ક્રુડ પામતેલની આયાત ડ્યુટી ૧૫ ટકાથી વધારીને ૩૦ ટકા કરી હતી. રિફાઈન્ડની ૨૫ ટકાથી વધારીને ૪૦ ટકા કરી હતી. જયારે સોયાતેલની ૧૭.૫ ટકાથી વધારીને ૩૫ ટકા કરી હતી. ત્યારે રીફાઇન્ડ પામતેલની આયાતમાં ૨૭ ટકા અને સોયાતેલની આયાતમાં ૭૧ ટકાનો જંગી ઘટાડો થયો છે.

(10:26 am IST)