ધંધા પાણી
News of Tuesday, 13th February 2018

દેશમાં શિયાળુ વાવેતર ૬૪૩ લાખ હેકટરે આબ્યુઃ ઘઉંનું ઘટ્યુઃ ચોખા - કઠોળનું વધ્યું

રાજકોટ, તા.૧૩ : દેશમાં શિયાળુ વાવેતર પૂર્ણતાના આરે છે. અત્યાર સુધીમાં દેશમાં કુલ ૬૪૩ લાખ હેકટરે પહોંચ્યું છે. જે ગયા વર્ષે ૬૪૮ લાખ હેકટરમાં થયું હતું. આમ ગયા વર્ષની તુલાનાએ વાવેતરમાં ૫ લાખ હકટરનો દ્યટાડો થયો છે.

દેશમાં રવિ વાવેતરના મુખ્ય પાક એવા ઘઉંનું વાવેતર ઘટ્યું છે. જયારે ચોખા અને કઠોળનું વાવેતર વધ્યું છે. ઘઉનું વાવેતર ગયા વર્ષની તુલનાએ ૧૩.૫૯ લાખ હેકટર ઘટીને ૩૦૪.૨૯ લાખ હેકટરમાં થયું છે. કેન્દ્રીય કૃષિ મંત્રાલયના આંકડા મુજબ કઠોળ તથા ચોખાના વાવેતરમાં વધારો થયો છે. કઠોળનું વાવેતર ૫.૨૯ ટકા વધીને ૧૬૯.૧૦ લાખ હેકટરમાં થયું છે.

ચોખાનું વાવેતર ગયા વર્ષની  તુલનાએ ૪.૫૭ લાખ હેકટર વધી ૩૧.૮૯ લાખ હેકટરમાં થયું છે. જયારે તેલીબિયાંનું વાવેતર ગયા વર્ષના ૮૪.૮૫ લાખ હેકટરની તુલાનાએ દ્યટીને આ વર્ષે  ૮૦.૮૭ લાખ હેકટરમાં થયું છે. ઘઉંનું વાવેતર ઓછું રહેતા પાક નીચો ઊતરવાની ધારણાં આ વર્ષ ઘઉંની આયાત વધવાની શકયતા વ્યકત કરાઈ રહી છે.

(9:52 am IST)