ધંધા પાણી
News of Friday, 5th January 2018

મરીમાં આયાત નિયંત્રણ બાદ ભાવમાં વધારોઃ તેજીના અંદાજે વેચવાલી ઘટી

ઓછા ઉત્પાદનની ભીતિએ પણ બજારમાં તેજીની ધારણા

રાજકોટ તા. ૪ : મરીમાં આયાત નિયંત્રણ બાદ ભાવમાં વધારો થઇ રહ્યો છે અને આગામી દિવસોમાં નવી સીઝનમાં તેજી રહે તેવી ધારણાએ વેચવાલી અટકી હોવાનું મનાય છે કોચીના ટર્મિનલમાં મરીની ૧૫ ટન આવક હતી ભાવ સરેરાશ ૪૭૦ સુધી કવોટ થયા હતા કેન્દ્ર સરકાર દ્વારા મરીની આયાત પર પ્રતિ કીલો ૫૦૦નો લઘુતમ આયાત ભાવ નક્કી કરાયા છે આયાત નિયંત્રણ પહેલા મરિના ભાવ કિલોના ૩૮૦ હતા જે હાલમાં વધીને ૪૭૦ સુધી બોલાયા હતા આમ મરીના ભાવમાં આયાત નિયંત્રણ લાઘા બાદ ભાવમાં ૯૦ રૂપિયા સુધીનો વધારો થયો છે.

બીજીતરફ મરીના વેપારીઓના માનવા મુજબ ચાલુ વર્ષે દેશમાં મરીનું ઉત્પાદન ઓછું થવાની ધારણા છે અને આયાત ઉપર નિયંત્રણથી બજારમાં સસ્તી આયાત થતી નથી આ સંજોગોમાં મરીમાં તેજીની શકયતા જોવાઈ રહી છે.

(9:22 am IST)