ધંધા પાણી
News of Friday, 5th January 2018

રાજયમાં રવિ વાવેતર વધીને ૩૪ લાખ હેકટરે પહોંચ્યું: લસણ અને ચણાની બમ્પર વાવણી

સરેરાશ વાવેતરમાં ૧૭ ટકાનો વધારો ધાણાનું ઘટ્યું: ડુંગળીનું વધ્યું

રાજકોટ તા. ૪ : રાજયમાં રવિ વાવેતર પૂર્ણતાના આરે છે મોટાભાગના મુખ્ય વાવેતર અંતિમ તબક્કામાં છે હવે ડુંગળી સહિતના અન્ય પાછોતરા વાવેતર ચાલુ છે ત્યારે રાજયમાં શિયાળુ વાવેતર વધીને ૩૪ લાખ હકટરે પહોંચ્યું છે જે ગયા વર્ષની તુલનાએ ૧૭ ટકાનો વધારો સૂચવે છે.

રાજયના કૃષિ વિભાગના આંકડા મુજબ રાજયમાં રવિ વાવેતર ૩૩,૫૮ લાખ હેકટરમાં થયું છે જે ગતવર્ષે આ સમયગાળામાં ૨૮,૮૮ લાખ હેકટરમાં થયું હતું આમ ગતવર્ષની તુલનાએ વાવેતર ૧૭ ટકા વધીને છેલ્લા પાંચ વર્ષની ઊંચી સપાટીએ પહોંચ્યું છે.

રાજયમાં ચણાનું વાવેતર ૭૭ ટકા વધીને ૨,૯૧ લાખ હેકટરમાં થયું છે જયારે જીરુંનું વાવેતર ગયા વર્ષની તુલનાએ ૩૮ ટકા વધીને ૩,૮૧ લાખ હેકટરે પહોંચ્યું છે જયારે લસણનું વાવેતર ૮૬ ટકા વધ્યું છે એટલે કે લસણનું વાવેતર બમણું થયું છે જોકે ધાણાનું વાવેતર ૪૨ ટકા ઘટ્યું છે જયારે ડુંગળીનું વાવેતર ૧૪ ટકા વધ્યું છે.

(9:21 am IST)