ધંધા પાણી
News of Friday, 5th January 2018

ખેડૂતોની આવક બમણી કરવા રોડમેપ બનાવાયો નિકાસને પ્રોત્સાહન અને સિંચાઈ પર ફોકસ વધશે

પાક કાપ્યા પછી નુકશાન ઓછું કરવા કવાયતઃ સ્ટોરેજ સુવિધા અને પાકવીમાને અસરદાર બનાવશે

રાજકોટ તા. ૫ : કેન્દ્ર સરકાર ખેડૂતોની આવક બમણી કરવાના લક્ષ્યાંક સાથે આગામી બજેટમાં ખેડૂતો માટેની અનેકવિધ યોજનાઓ અને વિવિધ પગલાંઓ મારફત ખેડૂતો પર સરકાર હેત વરસાવશે એમ મનાય રહયું છે કે આગામી દિવસોમાં ખેડૂતોથી જોડાયેલા મોટા નિર્ણયો જાહેર થઇ શકે છે જાણવા મળતી વિગતો મુજબ ખેડૂતોની આવકને ૨૦૨૨ સુધીમાં બમણી કરવા માટે કૃષિ મંત્રાલયે રોડમેપ તૈયાર કર્યો છે

   કેન્દ્ર સરકારનો ખેડૂતોની આવક બમણી કરવાનો લક્ષ્ય છે. જે અંતર્ગત વર્ષ ૨૦૨૨ સુધીમાં સરકાર અનેકવિધ નવા પગલા લઇ શકે છે એવું જાણવા મળે છે કે  પ્રધાનમંત્રી જાન્યુઆરીમાં આ યોજનાને લીલી ઝંડી આપશે. જેમાં કૃષિ ઉત્પાદન કરનારને એકસપોર્ટમાં પ્રોત્સાહન અને સિંચાઇ પર ફોકસ વધશે.

બીજીતરફ સરકાર ખેડૂતોને પોષણક્ષમ ભાવ આપવા ઉપરાંત પાક કાપ્યા બાદ નુકસાનનું ઓછું કરવા બાબતે ધ્યાન કેન્દ્રિત કરશે જેમાં મોટાભાગે ખેડૂતોને સ્ટોરેજની સુવિધા આપવી અને પાક વીમા યોજનાને અસરકારક બનાવવા કોઈ નિર્ણંય લઇ શકે છે. આ સિવાય ડેરી, મત્સ્યઉદ્યોગને પ્રોત્સાહન આપવું અને  કૃષિમાં રોકાણ અને ખેડૂતોને દેવું ઉપલબ્ધ કરાવવું જેવા મહત્વના નિર્ણયો લઇ શકે છેં કૃષિ ક્ષેત્રમાં સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા પણ વિચારણા છે.

(9:20 am IST)