ધંધા પાણી
News of Tuesday, 2nd January 2018

દેશમાં શિયાળુ વાવેતર ૫૬૬ લાખ હેકટરે આબ્યુઃ ઘઉંનું ઘટ્યું અને મગફળીનું વધ્યું

ચણાનું ચિક્કાર વાવેતરઃ પહેલીવાર ૧૦૦ લાખ હેકટરને પાર પહોંચ્યું

રાજકોટ તા. ૨ : દેશમાં શિયાળુ વાવેતર ૫૬૬ લાખ હેકટરે પહોંચ્યું છે જેમાં મુખ્ય પાક એવા ઘઉંનું વાવેતર ગયા વર્ષની તુલનાએ ઘટ્યું છે જયારે મગફળી અને કઠોળનું વાવેતર વધ્યું છે જોકે તેલીબિયાનું સરેરાશ વાવેતર ઘટ્યું છે કઠોળમાં ચણાનું વાવેતર પહેલીવાર ૧૦૦ લાખ હેકટરને પાર પહોંચ્યું છે.

  કેન્દ્રીય કૃષિ મંત્રાલયના આંકડા મુજબ દેશમાં કુલ ૫૬૫,૭૯ લાખ હેકટરમાં રવિ વાવેતર થયું છે જે ગયા વર્ષે ૫૭૧,૪૭ લાખ હેકટરમાં થયું હતું આમ ગયા વર્ષની તુલાનાએ વાવેતરમાં ૫,૬૮ લાખ હેકટરનો ઘટાડો થયો છે રવિ વાવેતરના મુખ્ય પાક એવા ઘઉંનું વાવેતર ગત વર્ષની તુલનાએ ૬ ટકા ઘટીને ૨૭૩,૮૫ લાખ હેકટરમાં થયું છે જે ગતવર્ષે ૨૯૦ લાખ હેકટરમાં થયું હતું.

 તેલીબિયાનું સરેરાશ વાવેતર ઘટ્યું છે જોકે મગફળીની વાવેતર ૭ ટકા વધીને ૪,૩૩ લાખ હેકટરમાં થયું છે જે ગયાવર્ષે ૪,૦૪ લાખ હેકટરમાં થયું હતું .

(9:17 am IST)