ધંધા પાણી
News of Monday, 1st January 2018

વૈશ્વિક બજારમાં કોપરમાં લાલચોળ તેજી વાયદો વધીને ચાર વર્ષની ટોચે સ્પર્શ્યો

ઉત્પાદનમાં કાપ અને ચીનની માંગ વધતા ભાવમાં ભડકો

રાજકોટ તા. ૧ : વૈશ્વિક બજારમાં કોપરમાં આગઝરતી તેજીનો માહોલ જામ્યો છે. ચીનની માંગમાં જબરો વધારો થતા લંડન મેટલ એકસચેન્જ ખાતે વાયદો ચાર વર્ષની ટોચે પહોંચ્યો હતો જાણકારોના માનવા મુજબ કોપરમાં હજુ મજબૂતી જોવાશે. લંડન મેટલ એકસચેન્જ ખાતે કોપર વાયદો વધીને ૭૪૬૦ ડોલરની સપાટીએ પહોંચ્યો હતો જે જાન્યુઆરી ૨૦૧૪ પછીની સૌથી ઊંચી સપાટીએ હતો જોકે છેલ્લે ઘટીને ૭૨,૨૫ ડોલરના સ્તરે કારોબાર કરતો હતો કોપરના વાયદામાં ચાલુ કેલેન્ડર વર્ષમાં અત્યાર સુધીમાં ભાવમાં ૩૦ ટકા જેટલો ઉછાળો આવ્યો છે જાણકારોના માનવા મુજબ વિશ્વમાં કોપરમાં ઉત્પાદન કાપ અને મંગમાં વધારો થતા ભાવમાં તેજી જાળવશે.

 

(9:15 am IST)