Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

મેન્થાતેલમાં મજબૂતીઃસોયા-પામ અને સોયાબીનમાં નરમાઇઃમસાલામાં સુસ્તી

રાજકોટ, તા.૧૮ : કૃષિ કોમોડિટી વાયદામાં ખાદ્ય તેલોમાં મેન્થા ઓઈલમાં લગભગ અડધા ટકાથી વધારેની તેજી જોવા મળી રહી છે, જયારે સોયા તેલ, પામ તેલ અને સોયાબીનમાં નરમાઇનો માહોલ જોવાઈ રહયો છે. બીજીતરફ  મસાલા પેકમાં પણ નાની રેન્જમાં કારોબાર થતો દેખાઈ રહ્યો છે. સાથે ગુવાર પેકમાં ગઈકાલની નરમાશ યથાવત રહેતી જોવા મળી રહી છે, જયારે એરંડા અને ચણામાં પણ નરમાશ દેખાઈ રહી છે.

(9:49 am IST)