Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

મધ્યપ્રદેશમાં લસણની જબરી આવકના દબાણે ભાવમાં ઘટાડોઃપાક પણ સારા

માંગની તુલનાએ પુરવઠો વધુ હોવાથી ભાવ નીચા કવોટ

રાજકોટ, તા.૧૮ : લસણ બજારમાં મંદીની માહોલ જોવાઇ રહયો છે. બજારમાં મધ્યપ્રદેશના લસણની જબરી આવક થઇ રહી છે અને નવા લસણની આવક પણ શરૂ થઇ છે. જેના કારણે ભાવમાં ઘટાડો થઇ રહ્યાંનું જણાવાઈ રહયું છે.

રાજકોટમાં લસણની ૬૦૦ ગુણી, જામનગરમાં ૧૨૦૦ ગુણી અને ગોંડલમાં ૨૫૦૦ ગુણીની આવક થઇ હતી. જયારે ભાવ ૨૦ કિલોના ૧૨૦થી ૨૮૦ સુધી કવોટ થયા હતા. જયારે મધ્યપ્રદેશમાં લસણની ૪૦ થી ૪૫ હજાર ગુણીની આવક થઇ હતી.

વેપારીઓના માનવા મુજબ લસણમાં માંગની તુલનાએ પુરવઠો વધુ હોવાથી ભાવમાં નરમાઇ જોવાઈ રહી છે. ગુજરાત સહિત અન્ય રાજયોમાં પાક સારો થયો છે અને બમ્પર ઉત્પાદનની ધારણાએ ભાવ નીચા કવોટ થઇ રહ્યાં છે.

(9:48 am IST)