Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

રાજયમાં ઘઉંનું વાવેતર ૧૦ લાખ હેકટરે પહોંચ્યું

લસણનું બમણું : ચણાનું ૭૫ ટકા અને જીરૂનું ૩૭ ટકા વધ્યું : જુવાર અને મકાઈનું ઘટ્યું

રાજકોટ, તા.૧૮ : રાજયમાં શિયાળુ વાવેતર પૂર્ણતાના આરે છે. ત્યારે રવિ વાવેતરના મુખ્ય પાક એવા ઘઉંનું વાવેતર ૧૦ લાખ હેકટરને પાર પહોંચ્યું છે. જે ગયા વર્ષની તુલનાએ પાંચ ટકા વધારે છે. ગયા વર્ષે ઘઉંનું ૯.૫૬ લાખ હેકટરમાં વાવેતર થયું હતું.

રાજયના કૃષિ વિભાગના આંકડા મુજબ રાજયમાં ૧૫મી જાન્યુઆરી સુધીમાં કુલ રવિ વાવેતર ૩૪.૧૩ લાખ હેકટરમાં થયું છે. જે ગયા વર્ષે આ સમયગાળામાં ૩૦.૩૧ લાખ હેકટરમાં થયું હતું. આમ, ગયાવર્ષની તુલનાએ ચાલુ સીઝનમાં વાવેતરમાં ૧૩ ટકાનો વધારો થયો છે.

રાજયમાં ચણાનું વિક્રમી વાવેતર થયું છે. ચણાનું વાવેતર ગયા વર્ષની તુલાનાએ ૭૫ ટકા વધ્યું છે. જયારે લસણના વાવેતરમાં ૯૨ ટકાનો વધારો થયો છે. મસાલા પાકમાં જીરૂનું વાવેતર ૩૭ ટકા વધ્યું છે. જયારે ધાણાનું વાવેતર ૪૨ ટકા ઘટ્યું છે. બીજીતરફ જુવાર અને મકાઈનું વાવેતર પણ ઘટવા પામ્યું છે. જયારે ઈસબુલ અને વરિયારીનું વાવેતર વધ્યું છે.

(9:44 am IST)