Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

દેશમાં બટાટાનું બમ્પર ઉત્પાદનથી ભાવ નીચા રહેવાની ધારણાઃરાજયમાં પોખરણની માંગ વધુ

ડીસાના કોલ્ડ સ્ટોરેજોમાં જૂના માલનો ૬થી ૭ લાખ કટ્ટા પડ્યા હોવાનો અંદાજ

રાજકોટ, તા.૧૭ : ચાલુ વર્ષે દેશમાં બટાટાનું બમ્પર ઉત્પાદન થવાની ધારણાએ ભાવમાં કોઈ મોટા સુધારો થવાની શકયતા નહિવત છે. ભાવ સપાટી નીચે રહે તેવો અંદાજ વ્યકત થઇ રહયો છે. રાજયના ડીસામાં પોખરાજ બ્રાન્ડના બટાટાં બજારમાં આવી રહ્યાં છે. ગયા વર્ષે સારો પાક થયો હતો. અત્યારે ડીસાના કોલ્ડ સ્ટોરેજોમાં આશરે જૂના માલનો ૬થી ૭ લાખ કટ્ટા પડયા હોવાનો અંદાજ છે.

બટાટાંના વેપારીઓના જણાવાયા મુજબ રાજયના અનેક વિસ્તારમાં ડીસાના પોખરાજ જાતના બટાટાં ખવાય છ ઉતર ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્રમાં મોટા ભાગે પોખરાજ બટાટાંની માગ વધુ રહે છે. બટાટાંની પોખરાજ, બાદશાહ, અને લાલ બટાટાંની ખપત વધારે રહે છે. નજીકના દિવસોમાં ઉતર ગુજરાતના લાડોલ વિજાપુરના બટાટાં ચાલુ થશે અને ડીસાના બટાટાંની આવક ચાલુ થઈ ગઈ છે.

(10:16 am IST)