Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

સૌરાષ્ટ્રના યાર્ડમાં ઘઉંની આવકમાં જબરો ઘટાડોઃખપપુરતી ખરીદીઃ ભાવમાં મજબૂતી

નવી સિઝનના ઘઉંને હજુ એકાદ મહિનાની વાર છે

રાજકોટ, તા.૧૭ : ઘઉં બજારમાં આવકમાં જબરો ઘટાડો જોવાઈ રહયો છે. મોટાભાગના સેન્ટરોમાં આવક ઘટી છે. જોકે ભાવમાં મજબૂતીનો માહોલ જોવાયો છે. ઘટતી આવક વચ્ચે લેવાલી પણ ખપપુરતી હોવાનું જણાવાઈ રહયું છે.

અમદાવાદમાં મિલોના ભાવ ૧૮૫૦ આસપાસ અથડાય રહ્યાં છે. જોકે ખાસ વેપાર નથી આગામી દિવસોમાં લેવાલી નીકળશે તો ભાવમાં સુધારો થવાની શકયતા જોવાઈ રહી છે. હાલમાં ઓછી આવકને કારણે ભાવ મક્કમ છે. ઘઉંની આવક ઓછી છે અને નવી સીઝનના ઘઉંને હજુ એકાદ મહિનાની વાર છે. ત્યારે ગ્રાહકીના ટેકે ભાવમાં સુધારો થઇ શકે છે.

(10:17 am IST)