Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

સોના - ચાંદીમાં તેજીનો માહોલઃ સ્થાનિક બજારમાં સોનુ ૩૦,૯૦૦ની નજીક આંબ્યુ

વૈશ્વિક બજારમાં સોનામાં એક મહિનામાં ૬.૩૫ ટકાનો વધારો

રાજકોટ, તા.૧૬ : સ્થાનિક બજારમાં સોના-ચાંદીમાં તેજીનો માહોલ જોવાઈ રહયો છે. વૈશ્વિક બજારમાં સોનું ૧૩૩૭ ડોલર પ્રતિ ઔંસની સપાટીએ પહોંચી જતાં સ્થાનિક બજારમાં દશ ગ્રામ શુદ્ઘ સોનું  ૩૦,૯૦૦ની સપાટીએ પહોંચી ગયું હતું. સપ્તાહ દરમિયાન સોનાના ભાવમાં  ૫૦થી ૩૦૦નો સુધારો જોવા મળ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, આંતરરાષ્ટ્રીય બજારમાં સોનામાં એક મહિનામાં ૬.૩૫ ટકાનો સુધારો નોંધાતો જોવા મળ્યો હતો.

સ્થાનિક બુલિયન બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે કમુરતાં બાદ લગ્નસરાની ખરીદી નીકળે તેવા આશાવાદે હોલસેલ અને સેમી હોલસેલ વેપારીઓ દ્વારા નોંધાયેલી ખરીદીના પગલે સોના અને ચાંદીના ભાવને સપોર્ટ મળ્યો હતો. દરમિયાન શરૂઆતે ચાંદીનો ૩૯,૭૦૦ની સપાટીએ ભાવ ખૂલ્યો હતો. ચાંદીમાં પણ મજબૂત સુધારાની ચાલ નોંધાતી જોવા મળી છે.

(10:24 am IST)