Gujarati News

Gujarati News

News of Friday, 23rd February 2018

ડોલરમાં રિકવરી- રૂપિયામાં નરમાઇથી સોના ચાંદીના ભાવમાં વધતો ઘટાડો

રાજકોટ, તા.૨૩ : ડૉલરમાં રિકવરી અને રૂપિયામાં નરમાશના કારણે સોનાના ભાવમાં ઘટાડો આગળ વધતો જણાઈ છે. વૈશ્વિક માર્કેટમાં પણ સોનાના ભાવમાં નરમાઇ જોવાઈ છે. કોમેકસ પર સોનામાં ૧૩૨૫ ડૉલરની નીચે કારોબાર થતો દેખાઈ રહ્યો છે. સોનાની  સાથે ચાંદીમાં નરમાશ દેખાઈ રહી છે. ચાંદીમાં ગઈકાલ કરતા અઢીસો રૂપિયાની નીચે કારોબાર થઈ રહ્યો છે. વૈશ્વિક બજારમાં ચાંદીનો ૧૭ ડૉલરની નીચે કારોબાર યથાવત રહેતો દેખાઈ રહ્યો છે.

(10:08 am IST)