Gujarati News

Gujarati News

News of Friday, 23rd February 2018

ગ્રામ્યમાં હોળી સુધી સોનાની ડિમાન્ડ સુસ્ત રહેવાનો અંદાજેઃ ભાવ વધતા ખરીદી

હોળી પછી લગ્નસરાની સીઝનલ ગ્રાહકી વધવાની ધારણા

રાજકોટ, તા.૨૩ : સોનાના ભાવમાં છેલ્લા સપ્તાહે ભાવમાં વધારો થયો હતો. લોકલ માર્કેટમાં સોનાની માંગ સુસ્ત રહેવા પામી હતી. ત્યારે જાણકારોના માનવા મુજબ ગ્રામ્ય વિસ્તારોમાં હોળી સુધી સોનાની ડિમાન્ડ ધીમી રહેશે તેવી ધારણા છે. જોકે હોળી પછી લગ્નસરાની સીઝનલ ગ્રાહકી વધવાનો અંદાજ વ્યકત કરાઈ રહયો છે.

વેપારીઓના માનવા મુજબ ફેબ્રુઆરીની શરૂઆતથી ખરીદી જોવા મળી હતી. તેવામાં છેલ્લા બે અઠવાડિયાથી સોનાના ભાવમાં વધારો થતા ખરીદી ધીમી પડી હતી. હવે જો સોનાના ભાવમાં ઘટાડો થશે તો ખરીદીને વેગ મળશે તેમ મનાય રહ્યું છે. 

(10:06 am IST)