Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

સોનુ અને ગવાર બાદ અન્ય કોમોડિટીમાં પણ ઓપ્શન્સ ટ્રેડિંગ શરૂ થવાની શકયતા

એમસીએકસ ડાયમંડ સહિતના સાત વાયદા કરશે લોન્ચ

રાજકોટ, તા.૨૨ : સોનુ અને ગવારમાં ઓપશન્સ ટ્રેડિંગ શરૂ થયા બાદ હવે એકસચેન્જ અન્ય કોમોડિટીમાં પણ ઓપશન્સ શરૂ કરવા તૈયારી શરૂ કરી રહ્યું છે. નોટબંધી બાદ એમસીએકસમાં બુલિયનના વોલ્યુમમાં મોટા ઘટાડા બાદ હવે ધીમે ધીમે સુધારો થઇ રહ્યો છે.

એમસીએકસના એમડી અને સીઈઓ મૃગાંગ પરાંજપેએ જણાવ્યું હતું કે, બીજી કોમોડિટીમાં પણ ઓપશન્સની તૈયારી ચાલી રહી છે. એપ્રિલ સુધીમાં એકસચેન્જ નવી સાત પ્રોડકટ લોન્ચ કરશે. આ ઉપરાંત ડાયમંડ વાયદાની પણ ટૂંકસમયમાં મંજૂરી મળે તેવી ધારણા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કોમોડિટીના વાયદાના ધારાધોરણોમાં મોટાપાયે ફેરફારોથી વોલ્યુમ ઘટી રહયું છે. ત્યારે એકસચેન્જ અને સેબી પણ નવી પ્રોડકટની તૈયારી કરી રહ્યું છે. જેથી કોમોડિટી બજારના વોલ્યુમને વધારવામાં મદદ મળી શકે.

(9:54 am IST)