Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

૧૫મી સુધીમાં દેશમાં ખાંડનું ઉત્પાદન ૩૮ ટકા વધીને ૨ કરોડ ટનને પારઃ ૫૦૦ મીલો કાર્યરત

મહારાષ્ટ્રના ઉત્પાદનમાં સૌથી વધુ વધારોઃ તામિલનાડુમાં અડધુ

રાજકોટ, તા.૨૨ : દેશમાં ચાલુ સીઝનમાં ખાંડનું ઉત્પાદન વધી રહયું છે. ઇન્ડિયન સુગર મિલ એસો.(ઈસ્મા)ના આંકડા મુજબ ચાલુ સીઝનમાં ૧૫મી ફેબ્રુઆરી સુધીમાં ખાંડનું ઉત્પાદન ગયા વર્ષની તુલનાએ ૩૮ ટકા વધીને ૨૦૩ લાખ ટન થયું છે. જે ગતવર્ષે આ સમયગાળામાં ૧૪૬,૭૨ લાખ ટન થયું હતું. ચાલુ વર્ષે દેશમાં કુલ ૫૦૦ સુગરમીલ ચાલુ છે.

દેશમાં સૌથી વધુ ખાંડનું ઉત્પાદન મહારાષ્ટ્રમાં થયું છે મહારાષ્ટ્રમાં ૭૪.૭૫ લાખ ટનનું ઉત્પાદન થયું છે. જે ગતવર્ષે ૩૯.૭૩ લાખ ટન થયું હતું. આમ ચાલુ વર્ષે મહારષ્ટ્રમાં ઉત્પાદનમાં ૮૮ ટકાનો વધારો થયો છે. યુપીમાં ખાંડનું ઉત્પાદન ૬૪.૫૪ લાખ ટન થયું છે. જે ગયા વર્ષે ૫૪ લાખ ટન થયું હતું. કર્ણાટકમાં ચાલુ વર્ષે ખાંડનું ઉત્પાદન ૩૦.૭૩ લાખ થયું છે. જે ગતવર્ષે ૨૦.૨૫ લાખ ટન થયું હતું. ગુજરાતમાં ગતવર્ષેની માફક ૭.૧૦ લાખ ટન ખાંડનું ઉત્પાદન થયું છે અને ૧૭ મિલો ચાલુ છે.

આ ઉપરાંત ઉત્તરાખંડમાં સાત મિલોએ ૨.૫૦ લાખ ટન ઉત્પાદન કર્યું છે. બિહારમાં ૧૧ મિલોએ ૪.૩૮ લાખ ટનનું ઉત્પાદન કર્યું છે. પંજાબમાં ૧૬ મિલોએ ૪.૨૦ લાખ ટનનું ઉત્પાદન ને હરિયાણામાં ૧૪ મિલોએ ૩.૯૦ લાખ ટનનું ઉત્પાદન કર્યું છે. મધ્યપ્રદેશમાં ૨૨ મિલોએ ૩.૫૦ લાખ ટન અને આંધ્ર-તેલંગાણામાં ૨૪ મિલોએ ૪.૬૦ લાખ ટનનું ઉત્પાદન કર્યું છે. જોકે તામિલનાડુમાં ચાલુ વર્ષે ૨.૬૦ લાખ ટનનું ઉત્પાદન કર્યું છે. જે ગયા વર્ષે ૫.૧૦ લાખ ટન થયું હતું.

(9:54 am IST)