Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

દેશમાં શિયાળુ વાવેતર ૬૧૮ લાખ હેકટરે પહોંચ્યું: ઘઉંનું ઘટ્યું: ચોખા- કઠોળનું વધ્યું

રાજકોટ, તા.૨૩ : દેશમાં શિયાળુ વાવેતર ૬૧૮ લાખ હેકટરે પહોંચ્યું છે. જેમાં રવિ વાવેતરના મુખ્ય પાક એવા ઘઉંનું વાવેતર ઘટ્યું છે. જોકે ચોખા અને કઠોળની વાવણી વધી છે. કૃષિ મંત્રાલયના આંકડા મુજબ દેશમાં કુલ ૬૧૭.૭૯ લાખ હેકટર વિસ્તારમાં રવી વાવેતર થયું છે. જે ગયાવર્ષે ૬૨૦.૯૯ લાખ હેકટરમાં થયું હતું.

કૃષિ મંત્રાલયના આંકડા મુજબ મધ્ય પ્રદેશમાં ઘઉનું વાવેતર ૮.૬૮ લાખ હેકટર ઓછું રહ્યું છે. ગયા વર્ષે ઘઉંનું વાવેતર ૩૧૧.૧૭ લાખ હેકટર રહ્યું હતું. તે આ વર્ષે ઘટીને ૨૯૮.૬૭ લાખ હેકટરમાં થયું છે. આમ ગતવર્ષની તુલાનાએ દ્યઉંનું વાવેતર ઘટ્યું છે.

બીજીતરફ તેલીબિયાંના વાવેતરમાં સુધારો થયો છે. જોકે ગતવર્ષની તુલાનાએ ૩,૬૦ ટકા ઘટીને ૮૨.૦૮ લાખ હેકટરમાં થયું છે. જયારે ચોખાના વાવેતરમાં ૪૦ ટકા જેટલો જબરો વધારો થયાનું જણાવાઈ છે. ચોખાનું વાવેતર દક્ષિણના રાજયોમાં ઊંચુ રહ્યું છે. કઠોળનું ગયા વર્ષના ૧૫૫.૭૬ લાખ હેકટરની તુલનાએ કઠોળનું વાવેતર ૧૬૩.૧૧ લાખ હેકટરમાં થયું છે. કૃષિ મંત્રાલયના આંકડા મુજબ મધ્ય પ્રદેશ, ગુજરાત, કર્ણાટક રાજયોમાં કઠોળનું વાવેતર વધ્યું છે.

(9:45 am IST)